કોમનવેલ્થ ગેમ્સની ટેનિસ હરીફાઈની મહિલા એકલ ફાઈનલમાં પહોંચી ચુકેલ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ વચન આપ્યુ છે કે તે દેશ માટે સુવર્ણ પદક જરૂર જીતશે.
બીજી વરિયતા પ્રાપ્ત સાનિયાએ આજે રમાયેલ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ઓલીવિયા રોગોવસ્કા વિરુદ્ધ પછાડાયા પછી કમબેક કરતા 1-6, 6-4, 6-4થી જીત મેળવી અને ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ.
સાનિયાએ મેચ પછી કહ્યુ કે એકવાર પછાડાયા પછી જે રીતે સંઘર્ષ કરીને મેં કમબેક કર્યુ છે તે જોઈને હુ ખુશ છુ. મારી હરીફ ઘણુ સારુ રમી રહી હતી અને તેને હરાવવા મારે મારા તરફથી વિશેષ પ્રયત્નો કરવા પડ્યા.
તેમને કહ્યુ કે આજે મારા કેરિયરનો ઘણો મહત્વનો દિવસ છે. જો કે દરેક મેચ અમારે માટે મોટો દિવસ હોય છે, પરંતુ દેશને માટે સુવર્ણ પદક હરીફાઈ રમવી અને એ પણ પોતાના દર્શકો સામે રમવુ નિશ્ચિત રૂપે એક મોટો પ્રસંગ રહેશે. મારી પૂરી કોશિશ રહેશે કે હુ દેશ માટે સુવર્ણ પદક જીતી શકુ.