પગપાળામાં હરમિંદરને કાસ્ય પદક

શનિવાર, 9 ઑક્ટોબર 2010 (11:19 IST)
કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 20 કિલીમીટર પગપાળા હરીફાઈમાં ભારતના હરમિંદર સિંહને કાંસ્ય પદક મળ્યુ છે. તેમણે આજે અહી સંપન્ન હરીફાઈમાં એક કલાક 23 મિનિટ અને 28 સેકંડનો સમય લીધો.

સિંહે રજત પુરસ્કાર જીતનારા ઓસ્ટ્રેલિયાઈ લ્યૂક એડમ્સને એક મિનિટ 10 સેકંડ વધુ સમય લીધો. હરીફાઈમાં સુવર્ણ પદક પણ ઓસ્ટ્રેલિયાનાના જ એક અન્ય હરીફ જરેડ ટેલેંટને મળ્યો.

વેબદુનિયા પર વાંચો