ગુજરાતમાં દારૂબંધીના નવા કાયદા છતાં પણ દારુ પીવાય છે તેવી વાત ખુદ ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા આનંદીબહેન પટેલે કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંડિત દિનદયાલના જન્મ શતાબ્દી વર્ષ પુર્ણાહુતી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાંધકામ શ્રમિકોના લાભાર્થે સેવા સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં 1054 શ્રમિક બહેનોને શિક્ષણ, આરોગ્ય, સલામતી અંતર્ગત આશરે 50 લાખ રુપિયાની સહાયનું વિતરણ કર્યું કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં આજે આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં શ્રમિક બહેનોને સંબોધિત કરતાં ભાજપના નેતા અને ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે હજુ પણ ગુજરાતમાં દારુ પીવાય છે અને દારુની લતથી શ્રમિકો બરબાદ થઇ રહ્યાં છે. જે શ્રમિકો દારુ પીવે છે તેમની કમાણી દારુમાં જાય છે. ગુજરાતમાં શ્રમિકો પર ઘણા સર્વે થયા છે પરંતુ કેટલા શ્રમિકો દારુ પીવે છે તેનો સર્વે થવો જોઈએ.ર્વ
લનું નિવે