પ્રેગ્નેંસી પછી શા માટે વધી જાય છે ધૂંટણનો દુખાવો? ઉપાય એવા જે તરત આપશે રાહત

સોમવાર, 24 મે 2021 (09:38 IST)
સાંધાના દુખાવાની સમસ્યા આજકાલ સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓમાં શોધની માનીએ તો 60% મહિલાઓ સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન છે જેમાં મોટા ભાગે હાઉસવાઈફ હોય છે. તેના ડાઈટ પર યોગ્ય રીતે ધ્યાન ન આપવું. ચાલો તમને જણાવીએ છે કે મહિલાઓમાં આ સમસ્યા શા માટે વધી રહી છે અને તેની સારવાર કેવી રીતે કરાય... 
મહિલાઓના ઘૂંટણ શા માટે જલ્દી ખરાબ હોય છે? 
મહિલાઓમાં ઘૂંટણની સમસ્યાઓના જલ્દી શરૂ થવાનો કારણ જાડાપણુ, વ્યાયામ ન કરવું, તડકામાં રહેવું, હાઈ હીલ્સ પહેરવી અને ખરાબ પોષણ પણ છે. વધતી ઉમ્ર, પ્રેગ્નેંસી, પીરિયડસ, મેનોપૉજ, વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપના કારણે મહિઆઓમાં આ સમસ્યા પુરૂષો કરતા વધારે હોય છે. 
કોણે હોય છે વધારે સમસ્યા 
1. ઑસ્ટિયોઆર્થરાઈટિસ (અસ્થિવા), રૂમેટાઈડ (સંધિવા), સાંધાનો દુખાવો, તીવ્ર ઈજા અથવા વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ સામાન્ય રીતે જોવા મળે છે. ઘૂંટણ ઉપરાંત, આ સમસ્યા હિપ, કોણી, ખભા અને હાથમાં 
 
પણ થઈ શકે છે.
 
2. વધારે વજનને લીધે, ઘૂંટણ, અને હિપ્સ જેવા સાંધા પર વધારે દબાણ પડે છે. આવી સ્થિતિમાં, જાડાપણને નિયંત્રણમાં રાખવું વધુ સારું છે.
3. આ સિવાય યુરિક એસિડ વધવું, આર્થરાઈટિસ (સંધિવા), સંધિવા, બર્સાઇટિસ, કાર્ટિલેજ બ્રેક, કેલ્શિયમ અને વિટામિન ડીનો અભાવ પણ સાંધાનો દુખાવો લાવી શકે છે.
 
પ્રેગ્નેંસીમાં શા માટે વધી જાય છે સાંધાના દુખાવા 
- પ્રેગ્નેંસીમાં ગર્ભાશયના ફેલાતા અને પેટની માંસપેશીઓ નબળા થવાના કારણે સાંધાના દુખાવા થવા લાગે છે. 
- વજન વધવાથી સાંધા અને હાડકામાં પ્રેશર વધવા લાગે છે. જેનાથી તીવ્ર દુખાવો થાય છે. 
- પ્રેગ્નેંસીમાં હાર્મોન રિલેક્સ અને પ્રોજેસ્ટેરોન રિલીજ થવાના કારણે પણ સાંધાના દુખાવા વધી જાય છે. 
- પોશ્ચર ખરાબ હોવાના કારણે પણ હીપ્સ અને કમરના દુખાવો હોય છે. 
સાંધામાં દુખાવાથી બચવાના ઉપાય 
પ્રેગ્નેંટ મહિલાઓ પડખે કરી બન્ને પગના વચ્ચે ઓશીંકુ લગાવીને સોવું. તે સિવાય નિયમોત એક્સસાઈજ કરવાથી પણ સાંધાના દુખાવાની સમસ્યા દૂર હોય છે. 
ખાન પાનમાં સુધારો 
સાંધાના દુખાવાથી બચવા માટે સૌથી જરૂરી છે યોગ્ય ખાવુ-પીવું. ડાઈટમાં તેલયુક્ત, મસાલેદાર, જંક ફૂડ ઓછા લો અને માંસ, માછલી, ડેરી ઉત્પાદનો, કઠોળ, બથુઆ, શાક, પાલક, ઇંડા, સોયાબીન, ઓટમીલ,
 દાળ અને મગફળી વધારે ખાવે. આ સિવાય મોસમી ફળોને તમારી ડાઈટમાં શામેલ કરવી. 
યોગ મટાડે રોગ 
યોગ 100 રોગોની એક દવા છે જેનાતી તમે ન માત્ર સાંધાના દુખાવ અપણ ઘણા રોગોને દૂર રાખી શકો છો. જો તમે મુશ્કેલ કસરત નહી કરવા ઈચ્છતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. તે સિવાય સવારે સાંજે 25-30 મિનિટ વૉક પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે. 
વિટામિન E
વિટામિન ઈ સાંધા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે સાંધાના દુખાવા, સોજા દૂર કરવામાં મદદગાર છે. તેના માટે તમે ડાઈટમાં બદામ, એવોકાડો, ઈંડા, ઓલિવ ઑઈલ, કીવી, અખરોટ, બ્રોકોલી, કેપ્સિકમ, સાલમન માછલી, મકાઈ વગેરે લઈ શકાય છે. આ સિવાય ડૉક્ટરની સલાહ લીધા પછી, સપ્લિમેન્ટ્સ અને ગોળીઓનો ઉપયોગ વિટામિન ઇ માટે પણ થઈ શકે છે. જો તમને ખૂબ વધારે સાંધામાં દુખાવા થઈ રહ્યુ છે તો કોઈ એક્સપર્ટથી સલાહ લઈને દવા ખાવી. 
- મીઠુ કે રેતને કડાઈમાં સારી રીતે ગરમ કરી. તે પછી તેને મોજાંમાં નાખી દુખાવાવાળા ભાગમાં શેકાઈ કરવી. આ દુખાવાને શોખી લેશે અને તમને રાહત મળશે. - નારિયેળ, જેતૂન કે સરસવનુ તેલ હળવું હૂંફાણા કરી સાંધાની માલિશ કરવી. તે સિવાય તમે કોઈ આયુર્વેદિક તેલથી મસાજ કરી શકો છો. 
-  હળદર, લસણ, ફેટી ફિશ, અખરોટ, એરંડાનું તેલનુ સેવન પણ સાંધાનો દુખાવાથી રાહત અપાવે છે. 
- અડદની દાળ ને વાટીને લોટ બાંધી લો. તેને પ્રભાવિત ભાગ પર લગાવીને  આયુર્વેદિક કે મેડિકેટિડ ઑયલ નાખી થોડી વાર માટે મૂકી દો. તેનાથી પણ તમને રાહત મળશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર