ચાઈલ્ડ કેર - બાળકોને પીવડાવો આ સ્મૂધી, આખો દિવસ રહેશે એક્ટિવ !

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (18:06 IST)
દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો બાળક દરેક કામમાં ઝડપી અને દરેક કામમાં સૌથી આગળ હોય. પણ કેટલાક બાળકો એવા હોય છે જે ખૂબ સુસ્ત હોય છે અને બીજા બાળકોના મુકાબલે હંમેશા તેમનાથી પાછળ રહે છે.  જો તમારુ બાળક પણ આવુ જ છે તો તમે તેની ડાયેટમાં સ્મૂધિ સામેલ કરી શકો છો. આ સ્મૂધીને પીને તમારો બાળક દરેક કામમાં સૌથી આગળ રહેશે અને એક્ટિવ પણ. 
 
જરૂરી સામાન -
 
- સફરજન, કેળા, પપૈયુ અને ચીકૂ (બધા ફળ ભેળવેલા બે કપ) 
- અડધો કપ તાજુ ક્રીમ 
- 1 કપ દહી 
- 2 ચમચી મધ
- અડધો ચમચી ઈલાયચી (વાટેલી) 
- પિસ્તા સજાવવા માટે 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા આ કાપેલા ફળને મિક્સરમાં નાખીને સારી રીતે ગ્રાઈંડ કરો. 
2. હવે ત્યારબાદ તેમા દહી, મધ, ક્રીમ અને વાટેલી ઈલાયચી નાખો. 
3. બધા મિશ્રણને બીજીવાર મિક્સરમાં 1 થી 2 મિનિટ સુધી ગ્રાઈંડ કરીને
4. હવે આ સ્મૂધીને એક ગ્લાસમાં કાઢી લો અને ઉપરથી પિસ્તા નાખો.
 
આ સ્મૂધીનુ સેવન બાળકોને સવારે નાસ્તાના એક કલાક પહેલા આપો. 

વેબદુનિયા પર વાંચો