ચાઈલ્ડ કેર : બાળકો માટે આરોગ્યપ્રદ ભોજનના નુસ્ખા

સોમવાર, 14 એપ્રિલ 2014 (17:11 IST)
બાળકો માટે સંતુલિત આહાર કે પોષક તત્વોથી ભરપુર ભોજન નિશ્ચિત કરવું એ થોડુ મુશ્કેલ છે.  જો તમે નિમ્ન વાતો પર અમલ કરશો  તો તમે સહજ રૂપે તમારા પરિવારને આરોગ્યપ્રદ ભોજન આપી શકો છો. 
 
આરોગ્યપ્રદ આહાર ખરીદવા
 
તમારા કિચન માટે એવો આહાર લો જે પરિવારના સ્વાસ્થ્યયમાં મદદરૂપ હોય.
 
દરરોજ સાથે ભોજન કરો
 
માત્ર આરોગ્યપ્રદ ભોજન બનાવવા કે ખવડાવવા જ નહી પણ આ સિવાય બાળકોની સાથે સારો ટાઇમ પણ  વીતાવવો જોઈએ. આ માટે દરરોજ એક વાર પરિવાર સહિત એકસાથે બેસીને ભોજન કરવુ. કારણ કે દરેક ઘડીએ સાથે ભોજન  કરવુ શક્ય નથી હોતુ. 
 
બાળકોને સવારે નાસ્તો આપો.
 
રિસર્ચથી એ વાતો સામે આવી છે કે સવારનો નાસ્તો કરવાથી બાળકોની શીખવાની ક્ષમતા વધે છે. આથી બાળકોને  ખાવામાં સ્વસ્થ આહાર આપો. આ ઉપરાંત સાથે તેમને ખાવા માટે પૂરો સમય પણ આપો.
 
ઈનામ રૂપે ચાકલેટ કે  મિઠાઇ ના આપો.
બાળકને ખુશ કરવા માટે તેમને ઇનામમાં મિઠાઇ કે ચાકલેટ ન આપશો. તેના બદલે તેને પાર્ક કે બિચ પર ફરવા લઇ  જાઓ. ફરવા જવાથી તેમનો વ્યાયામ પણ થઇ જશે. 
 

વેબદુનિયા પર વાંચો