છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે. છત્તીસગઢ: મતદાન વચ્ચે બ્લાસ્ટમાં ઇલેક્શન ડ્યૂટીમાં તૈનાત CRPF જવાન ઘાયલ થવાના સમાચાર છે. કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. સૈનિક ચૂંટણી ફરજ પર તૈનાત હતો. સુકમાના એસપી કિરણ ચૌહાણે આ જાણકારી આપી છે.
મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ચૂંટણીજંગનું બ્યુગલ ફૂંકાઈ ગયું. આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ ગણાઈ રહી છે.
નોંધનીય છે કે આ તબક્કા બાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોનાં ચૂંટણીપરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનાં છે.