નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

ગુરુવાર, 3 એપ્રિલ 2025 (11:47 IST)
Chaitra Navratri 2025: હિન્દુ ધર્મના 9 સૌથી પવિત્ર દિવસ ચૈત્ર નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ છે. આ બધા દિવસે મા દુર્ગાના સ્વરૂપોને સમર્પિત છે. આજે ભક્તો કાત્યાયનીની પૂજા કરશે. નવરાત્રિના 9 દિવસ ભક્તો દેવી માતાને પ્રસન્ન કરવા માટે જુદી જુદી રીત અપનાવે છે.  શ્રીમદ્દભાગવત મહાપુરાણમાં કેટલાક ઉપાય બતાવ્યા છે જેને નવરાત્રિમા નવમી કે અષ્ટમીના રોજ અપનાવીને તમે પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો.  સાથે જ ખરાબ નજરથી લઈને કેલ્શ જેવી બાકી સમસ્યાઓ પણ દૂર કરી શકો છો.  
 
સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે નવરાત્રિમાં કરો આ ઉપાય 
 
સમૃદ્ધિ માટે - માતાના મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનનુ પત્તા પર કેસરમાં અત્તર અને ઘી મિક્સ કરીને સ્વસ્તિક બનાવો. હવે તેના પર નાડાછડી લપેટીને એક સુપારી મુકો. આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
તંગી દૂર કરવા માટે - નવમી તિથિ કે અષ્ટમી તિથિના રોજ માતાનુ ધ્યાન કરી ઘરના મંદિરમાં ગાયના છાણના છાણા પર પાન, લવિંગ, કપૂર અને ઈલાયચી ગૂગલ સાથે જ કંઈક ગળ્યુ નાખીને માતાને ધુની (હવન) આપો. આનાથી પૈસાની તંગી દૂર થાય છે.  
 
અવરોધ દૂર કરવા માટે - કાર્યોમાં આવી રહેલ અવરોધોને દૂર કરવા માટે માતાના મંદિરમાં પાનનુ બીડુ ચઢાવો.  આ પાન પર કત્થા, ગુલકંદ, વરિયાળી, કોપરાનુ છીણ અને સુમન કતરી સાથે જ લવિંગની જોડી મુકો. ધ્યાન રકહો કે તેમા સોપારી અને ચુનો ન નાખશો.  
 
વેપારમાં વૃદ્ધિ માટે - વેપારમાં વૃદ્ધિ માટે કોઈપણ દેવી મંદિરમાં જઈને તમારી ભૂલો માટે માફી માંગો. માતાને પાનનુ બીડુ ચઢાવો અને 9 મીઠા પાન કન્યાઓને પણ દાન કરી શકો છો. 
 
ખરાબ નજર માટે - નજર દોષનો શિકાર જાતકો નવરાત્રીની અષ્ટમી-નવમી તિથિ પર માતાના મંદિરમાં પાન મુકીને નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબના 7 પાન મુકીને ખવડાવો. આવુ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે.  
 
આકર્ષણ માતે - પાનના પત્તાની જડમાં માતા ભુવનેશ્વરીનુ ધ્યાન કરતા ઘસીને તિલક લગાવો. આવુ કરવાથી તમારી આકર્ષણ શક્તિ વધવા માંડશે. 
 
પતિ-પત્ની વચ્ચે ક્લેશ દૂર કરવા માટે - નવમીની રાત્રે ચંદન અને કેસર પાવડર મિક્સ કરીને પાનના પત્તા પર મુકો. પછી ગુર્ગા માતાજીની ફોટોના સામે બેસીને ચંડી સ્તોત્રનો પાઠ કરો. રોજ આ પાવડરનો તિલક લગાવો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર