કેંસરથી બચવુ હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં આટલા ફેરફારો કરવા પડશે

ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:28 IST)
કેંસરના 10માંથી ચાર મામલા સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને બચી શકાય છે. 
 
બ્રિટનની કેંસર  રિસર્ચના તાજા આંકડામાં ધુમ્રપાનને એવુ સૌથી મોટુ કારણ બતાવાયુ છે જેનાથી બચી શકાય છે. 
 
દારૂ ઓછી કરવી અને નિયમિત રૂપે વ્યાયામની પણ સલાહ આપવામાં આવી છે. 
વર્ષ 2007થી 2011 વચ્ચેના કેંસરના આંકડાઓ મુજબ 3.00.000 કેસ ધુમ્રપાન સાથે સંકળાયેલા હતા. 
 
આ ઉપરાંત 1,45,000 મામલા અસ્વાસ્થ્યકર ભોજન જેમા ખૂબ વધુ પ્રોસેસ્ડ ભોજનનો સમાવેશ હતો તેની સાથે સંબંધિત હતા. 
 
જાડાપણા સાથે 88.000 અને દારૂ સાથે 62.200 મામલા સંબંધિત હતા. સૂર્યથી ત્વચાને નુકશાન અને શારીરિક નિષ્ક્રિયતા અન્ય કારણો હતા. 
 
લંડનના ક્વીન મૈરી વિશ્વવિદ્યાલયમાં કેંસર શોધના બ્રિતાની સાંખ્યિકીવિદ પ્રોફેસર મૈક્સ પાર્કિન કહે છે.. 'એક સ્વસ્થ જીવનશૈલી આ વાતની ગેરંટી નથી કે કોઈને કેંસર નહી થાય પણ આપણે યોગ્ય દિશામાં પગલા ઉઠાવીને ભવિષ્યમાં કેંસરના ખતરાને ઓછુ કરી શકીએ છીએ.'  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર