લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, કેન્સરની દવાના બહાને નાઈઝિરિયન ગેંગની 30 લાખની ઠગાઈ

મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (11:56 IST)
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ ના મરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. નાઇજિરીયન ગેંગે સોશિયલ મિડિયા મારફતે અમદાવાદના સિવિલ એન્જિનીયરનો સંપર્ક કર્યા બાદ યુ.ક.માં બનતી કેન્સરની દવા માટે કાચો માલ મંગાવીને રૃા. ૩૦ લાખની છેતરપીંડી કરી હતી. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત નાઇજિરીયન ગગને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ચાંદલોડિયામાં ધનજીભાઇના કૂવા પાસે શ્રી સત્ય સોસાયટીમાં રહેતા નરન્દ્રભાઇ જેઠાલાલ ખેરડીયાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી કે તેમને અજાણી વ્યકિતએ ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ વોટ્સએપ ચેટ કરીને કેન્સર રિસર્ચની દવા માટે વાતચીત કરી હતી. પોતે યુ.કેમાં કેન્સરની દવા બનાવતા હોવાનું કહીને કાચો માલ ભારતથી મંગવાતા હોવાની વાત કરી હતી. તેમજ તમે કાચો માલ મોકલશો તો વધુ લાભ થશે તેવી લાલચ આપી હતી.
આ ગેગના સાગરિત પાસેથી ફરિયાદીએ એક લિટરના પાંચ લાખના ભાવે ખરીદીને ટુકડે ટુકડે રૃા. ૩૦ લાખનું રો- મટીરીયલ મંગાવીને છેતરપીંડી કરી હતી. આ કેસની તપાસ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે મુંબઇથી નાઇજિયન ગેંગની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સોમાં લોરેન્સ ઓકોસુન વુડ, જેક્શન જહોન અમોખોલી, શેરોમ ઘાશુમ્બા નશાબા અને ગીંતાજલી ઉર્ફે સોના સુરજ મામચંદ ઢકોલીયા તથા સાગર તુલસીરામ રામારામ ગુપ્તા અને કિંજલ દામજી ડાહ્યાભાઇ ગડા મૂળ કચ્છ ભુજનીનો સમાવેશ થાય છે. નાઇજિયન આરોપીઓ પાસેથી બનાવટી પાસપોર્ટ પકડાયા છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ અલગ અલગ રાજ્યમાં કુલ ઉપર મુજબની લાલચ આપીને કુલ ૨૧ વ્યકિતઓ સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી છે. આ રેકેટમાં લોરેન્સ વુડ ફેસબુક પર મિત્રતા કેળવતો હતો અને પોત ફાર્મસિસ્ટ કંપનીમાં રિસર્ચ તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી કેન્સરની દવા માટે કાચો માલ આપશો તો વધુ લાભની વાત કરી હતી. એટલું જ નહી ભારતમાં કાચો માલ મેળવવાનું સરનામુ પણ તેની ગેંગની સાગરિત ગીતાંજલી ઢકોલીયાનું મોકલી આપ્યુ હતું. 
જેકશન સેમ્પલ ચેક કરવા આવતો હતો. ત્યારબાદ સેમ્પલ એપ્રુવ થયાની ઇ-મેલથી જાણ કરીને વધુ રો-મટીરીલયની મંગાવતા હતા. વિશ્વાસ સંપન્ન કરવા આરોપીઓએ ડબલ્યું.એચ.ઓ.નું પ્રમાણપત્ર પણ મોકલી આપ્યા બાદ આરોપીઓએ ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી રૃા. ૩૦ લાખનું મટીરીયલ મંગાવીને ઠગાઇ કરી હતી. સાઇબર ક્રાઇમના પીઆઇ,વી.બી.બારડે જણાવ્યું હતું. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને સાત દિવસને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર