સંસદનુ બજેટ સત્ર LIVE - કાળુનાણુ, ભ્રષ્ટાચાર પર લોકોની લડાઈ પ્રંશસનીય - પ્રણવ મુખર્જી
મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (12:20 IST)
આજથી દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્ર શરૂ થશે. આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને બજેટ સત્રને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પહેલો તબક્કો 31મી જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીનો રહેશે. જે બાદ પાંચ રાજ્યોની ચૂંટણી શરૂ થશે. જેથી બીજો તબક્કો આ ચૂંટણી પૂર્ણ થયા બાદ 9 માર્ચથી શરૂ થશે, જે 12મી એપ્રિલ સુધી ચાલશે.
- સરકાર લોકોની આંકાક્ષાઓ અને તેમની આશાઓ પર ખરી ઉતરવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે.
- મારી સરકાર કોઈપણ નિર્ણય લે છે તો તેમા સૌથી પહેલા દેશ હોય છે - પ્રણવ મુખર્જી
- આતંક સામે દેશ બિલકુલ નહી ઝુકે. અમે આતંકવાદને વળતો જવાબ આપ્યો - રાષ્ટ્રપતિ
- અંતરિક્ષના ક્ષેત્રમાં મળેલી ઉપલબ્ધિયોનો પણ ઉલ્લેખ રાષ્ટ્રપતિએ કર્યો
- સંસદમાં બોલ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદને
- ભારતનેટ યોજનામાં 75000થી વધુ ગામોને ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક સાથે જોડવામાં આવ્યુ છે.
- પૂર્વોત્તરના દેશની મુખ્યધારા સાથે જોડવા માટે મારી સરકારે અનેક પગલા ઉઠાવ્યા છે.
- GST પર બાકીના મુદ્દાઓ પર સહમતીનો પ્રયત્ન થઈ રહ્યો છે, GST પર 17 રાજ્યોએ પોતાની સહમતી જતાવી.
- રેલવે માટે 1.2 લાખ કરોડનું ફંડ.
- સૌથી પહેલા અમારી સરકારે SIT બનાવી.
- ગ્રામજ્યોતિ યોજનાથી ગામડાઓ ઉજ્વળ બનશે.
- સરકાર દિવ્યાંગોને બરાબર તક આપી રહી છે.
-સિંધુ, સાક્ષી મલિક, અને દીપાથી દુનિયાને ભારતની નારીશક્તિનો પરચો મળ્યો
-ડિજિટલને પ્રોત્સાહન આપવાનું કામ સરકારે કર્યું.
-વરિષ્ઠ નાગરિકો માટે 8 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું
-4 શહેરો માટે મેટ્રો રેલ પ્રોજેક્ટની મંજૂરી
-વીજળી બચાવવા માટે 3 કરોડ LED બલ્બ વેચવામાં આવ્યાં
-સરકારી યોજના હેઠળ દાળના ભાવ ઘટ્યાં
-દેશ 40 વર્ષોથી આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે. આતંકને હરાવવા માટે દુનિયાની સાથે છે.
-સરકારે ચાર દાયકાઓ જૂની OROPની માંગને પૂરી કરી.
-જમ્મુ અને કાશ્મીર પ્રાયોજિત આતંકનો શિકાર છે.
-સરકારે સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરી, સેનાના શૌર્ય પર અમને ગર્વ
-કાળાનાણા પર નોટબંધી એ મોટો ફેસલો
-જલ્દી શરૂ થશે આધાર પેમેન્ટ સિસ્ટમ
-સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને તબાહ કર્યાં. આતંકવાદને જડબાતોડ જવાબ મળ્યો
-1.4 લાખ ગામડાઓ, 450 શહેરો અને 77 જિલ્લાઓ સ્વચ્છ થઈ ચૂક્યા છે.
-સ્વચ્છ ભારત મિશન હેઠળ 3 કરોડથી વધુ ટોઈલેટ્સ બનાવવામાં આવ્યાં છે.
-આ નાણાકીય વર્ષમાં દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સ્વયંસહાયતા સમૂહોને 16000 કરોડ રૂપિયાથી વધુ ઉપલબ્ધ કરાવાયા
જેમને બેંકોમાંથી ફંડ નહતું મળતું તેમને નાના રોજગાર માટે વડાપ્રધાન મુદ્રા યોજનાથી ફાયદો થયો
- બહુ જલદી 3 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ રૂપે ડેબિટ કાર્ડમાં બદલી આપવામાં આવશે.
- અરુણાચલ-મેઘાલય રેલ લાઈનથી જોડાશે
- હલ્દિયા ગેસ પાઈપ લાઈન યોજનાને લીલી ઝંડી
- 2022 સુધીમાં બધાને ઘર આપવાનો સરકારનો લક્ષ્યાંક
- માતૃત્વ લાભ અધિનિયમમાં સંશોધન કાર્યસ્થળમાં ગર્ભવતી મહિલાઓને સપોર્ટ કરશે
- ‘દરેક હાથને હુનર’ યોજના દ્વારા સરકારે યુવાઓને રોજગાર મળે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવ્યાં.
- ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાના ઉત્સાહિત કરનારા પરિણામો મળ્યાં
- દિવ્યાંગો માટે અનામત વધારીને 4 ટકા કરાઈ
- 6 લાખ દિવ્યાંગોને સરકારી નોકરી આપવામાં આવી.
- 7માં પગાર પંચથી 50 લાખ કર્મચારીઓને ફાયદો
- સરકારે લોકોનું જીવનધોરણ સુધાર્યું.
- સ્કિલ ડેવલપમેન્ટના કી પ્રોગ્રામ ચાલી રહ્યા છે.
- સરકાર નારી શક્તિને આ વિકાસ યાત્રાનો અભિન્ન હિસ્સો બનાવી રહી છે. મહિલાઓને બરાબર તક મળવી જોઈએ
- રોજગાર વધારવા માટે 6000 કરોડનું બજેટ
- પહેલીવાર 3 મહિલાઓ ફાઈટર પાઈલોટ બની, સેનામાં મહિલાઓને બરાબર અવસર મળ્યો.
- મેટરનીટી લીવ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી.
- પીએમ પાક વીમા યોજનાથી ખેડૂતોને લાભ મળ્યો.
- ખરીફ પાકમાં 6 ટકાનો વધારો થયો
- ઉજ્જવલા યોજના દ્વારા ગરીબોને ગેસ કનેક્શન આપવામાં આવ્યાં.
- ગરીબો માટે PM આવાસ યોજના શરૂ કરવામા આવી
- 13 કરોડ ગરીબો સામાજિક સુરક્ષા સાથે જોડાયા
- 3 કરોડ ટોઈલેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું.
- તમામ સરકારી નીતિઓના મૂળમાં ગરીબ, પીડિત, દલિત, વંછિતનું ભલું રહ્યું છે.
- 2.2 કરોડ લોકોએ LPGની સબ્સિડી છોડી.
- સ્વચ્છ ભારત મિશન જન આંદોલન બની ગયું, મારી સરકાર જનશક્તિને નમન કરે છે
- આ એક ઐતિહાસિક સત્ર, સામાન્ય અને રેલવે બજેટ એક સાથે કરાશે રજુ: રાષ્ટ્રપતિ
- બેન્કિંગ વ્યવસ્થા સાથે દરેક વ્યક્તિને જોડવામાં આવી
- સરકાર ગરીબો માટે કામ કરે છે, 26 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યાં
- સૌનો સાથ સૌનો વિકાસ એ સરકારનું લક્ષ્ય
આ એક ઐતિહાસિક સત્ર કારણ કે રેલવે બજેટ અને સામાન્ય બજેટ બંને એક સાથે રજુ કરવામાં આવી રહ્યું છે.
એપમાં જુઓ x