બજેટ 2016 - હવે મોંઘી નહી થાય દાળ

સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (12:50 IST)
આ વખતે બજેટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. હવે દાળ મોંધી નહી થાય. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભામાં બજેટ રજુ કરતા જાહેરાત કરી કે દાળના ઉત્પાદન માટે સરકાર 500 કરોડ રૂપિયાનુ ફંડ આપશે. ઉલ્લેખનીય છેકે કેટલાક મહિના પહેલા દેશમાં દાળાના ભાવ ખૂબ વધી ગયા હતા જેનાથી દાળની કિમંત 200 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ થઈ ગઈ હતી.  દાળના મૂલ્યમાં થયેલ વધારાથી સરકાર પ્રત્યે લોકોની નારાજગી દર્શાવાઈ હતી.  આ દરમિયાન વિપક્ષે પણ સંસદમાં દાળના મુદ્દા પર સરકારને ધેરી હતી. આવામાં દાળનુ ઉત્પાદન માટે 500 કરોડના ફંડની જાહેરાતથી સામાન્ય લોકોને જરૂર રાહત મળી શકે છે.  

વેબદુનિયા પર વાંચો