બજેટ પહેલા અરુણ જેટલી દરેક રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મુલાકાત કરશે

સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (09:39 IST)
સામાન્ય બજેટ પહેલા નાણા મંત્રી અરુણ જેટલી દરેક રાજ્યોના નાણા મંત્રીઓની સાથે બજેટના વિભિન્ન પહેલુંઓ પર વાત કરવા માટે મુલાકાત કરશે. આ સાથે જ નાણા મંત્રી રાજ્યસભામાં અટકેલા જીએસટી બીલની ઉપર પણ પરીચર્ચા કરશે. શક્યતા છે કે, આ મીટીંગમાં રાજ્યોના નાણા મંત્રી પોતાના રાજ્યો માટે વધુમાં વધુ ફંડની માંગણી કરશે. ત્યારે ૧૪ માં નાણા પંચની ભલામણોને લાગુ કરવાના મુદ્દા પર પણ આ બેઠકમાં પ્રમુખતાથી પરિચર્ચા હશે.
 
   જો કે, તેને લાગુ કરવા માટે જ્યાં કેન્દ્ર સરકાર તૈયાર છે, તો કેટલાક રાજ્યોને તેના પર આપત્તિ છે. ત્યારે કેન્દ્ર સરકારને ઉમ્મીદ છે કે, ૨૩ ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલ બજેટ સત્રમાં જીએસટી બીલને પાસ કરાવવામાં આવશે. આ મુદ્દે બંધારણ સંશોધન બીલ લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાં પાસ થવામાં અટકેલું છે, કેમ કે રાજ્યસભામાં એનડીએ પાસે બહુમત નથી.
 
   જીએસટી ટેક્સ લગાવવાન એક પ્રણાલી છે, જેમાં એક્સાઈઝ, સર્વિસ અને લોકલ ટેક્સ બધું સામેલ થશે અને કોઈ અન્ય ટેક્સનું જોગવાઈ નહિ રહે. આ પહેલા નાણા મંત્રીએ ઘણા શેરધારકો જેમાં ઈકોનોમિસ્ટ અને નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓની સાથે બેઠક કરી ચુક્યા છે.

વેબદુનિયા પર વાંચો