પીપીએફ પર નહી લાગે ટેક્સ, ઈપીએફમાં કોણે મળશે છૂટ...

મંગળવાર, 1 માર્ચ 2016 (14:25 IST)
સરકારે એક મોટો નિર્ણય કરતા 15 હજાર રૂપિયા સુધીની આવકવાળાને ઈપીએફમાં ટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પીપીએફ જમા મુડી પર કોઈ ટેક્સ નહી લાગે. 
 
રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ કહ્યુ કે લોક ભવિષ્ય નિધિમાં યોગદાન પર કર છૂટ કાયમ રહેશે. પીએફના પૈસા કાઢવા પર કોઈ ટેક્સ નહી લાગે. 
 
તેમણે કહ્યુ કે 15 હજાર રૂપિયા સુધીની આવકવાળા પર સરકારે ઈપીએફ કાઢવા પર ટેક્સ ન લગાવવાનો નિર્ણય કર્યો છે.  તેનાથી વધુ આવકવાળાને ટેક્સ આપવો પડશે. 
 
અધિયાએ સ્પષ્ટ કર્યુ કે એક એપ્રિલ 2016પછી ઈપીએફના 60 ટકા યોગદાન પર મળનારા વ્યાજ પર જ ટેક્સ લાગશે. મૂળ રકમ પર ટેક્સ છૂટ કાયમ રહેશે.  
 

વેબદુનિયા પર વાંચો