આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે.
દેશમાં મંદીની અસર થઇ છે પરંતુ વિશ્વની સાપેક્ષમાં આપણી સ્થિતિ ઘણી સારી હોવાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, આપણે 7-8 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે. જે વિશ્વમાં અન્ય વિકાસશીલ દેશોની સાપેક્ષમાં ઘણો સારો છે. વધુમાં તેમણે આ તમામ શ્રેય વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપ્યો હતો.