ખેડૂતોને સસ્તા દરે લોન મળશે

વેબ દુનિયા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (15:04 IST)
PIB

રેલ મંત્રી બાદ નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આગામી ચુંટણીને ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોને સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી છે. મુખર્જીએ પોતાના બજેટમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સાત ટકાનાં વ્યાજ દર આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2003-04માં રૂ. 87 હજાર કરોડ લોન આપવામાં આવી હતી. જેને વધારીને 2007-08માં રૂ.2.50 લાખ કરોડની ફાળવણી કરી હતી.

આ ઉપરાંત 25 રાજ્યોમાં સહકારી માળખાને મજબૂત કરવા માટે રૂ.13,500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમજ આ વર્ષે 3.6 કરોડ ખેડૂતોનાં રૂ.65,300 કરોડની લોન માફ કરી દીધી છે.

આમ, આગામી ચુંટણી વખતે મોટી વોટ બેન્ક એવી ખેડૂતોને ખુશ કરવામાં યુપીએ હાલનાં તબક્કે સફળ રહી છે.

વેબદુનિયા પર વાંચો