લઘુમતિની વોટબેંકનો વિશેષ ખ્યાલ રખાયો

વેબ દુનિયા

શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (13:52 IST)
અમદાવાદ(એજન્સી) કોંગ્રેસની વોટબેંક ગણાતી લઘુમતિ કોમો માટે નવા બજેટમાં વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારી ચુંટણીની કથિત તૈયારી સ્વરૂપે નવા બજેટમાં લઘુમતિઓને ફાળવવામાં આવતા ફંડને બેવડુ કરી દેવામાં આવ્યુ છે.

આંકડામાં જોઈએ તો 500 કરોડનુ લઘુમતિઓનુ બજેટ વધારેને 1002 કરોડ કરી દેવાયુ છે. ઉપરાંત લઘુમતિ વિસ્તારોમાં બેંકોની 288 નવી શાખા ખોલવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. આટલુ જ નહીં પરંતુ લઘુમતિ મંત્રાલય માટે કુલ 1000 કરોડની ફાળવણી પણ આ બજેટમાં કરી દેવાઈ છે. મુસ્લીમો માટે ભેંટ સ્વરૂપે ફાઈનાન્સ મિનિસ્ટરે વિશેષ યોજના બહાર પાડી છે. જે મુજબ દેશમાં સ્થિત મદરેસાઓના વિકાસ માટે રૂપિયા 45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો