મોબાઇલ ફોનો હવે મોંઘા થશે-બજેટ-08

શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (19:28 IST)
નવી દિલ્હી (એજંસી) બજેટ ભાષણમાં નાણામંત્રી પી. ચીદમ્બરમે કહ્યું કે, નેશનલ કેલેમીટી કન્ટિન્જન્ટ ડ્યુટી તરીકે ઓળખાતો આ આબકારી જકાત હાલમાં માત્ર પોલિસ્ટર ફિલામેન્ટ યાર્ન પર લાગુ છે. હવે તેના પરથી આ ટેક્સ હટાવીની સેલ્યુલર મોબાઈલ ફોન્સ પર નાખવામાં આવી છે. જેનાથી હવે મોબાઇલ ફોનો મોંઘા થશે.

એલજી બિઝનેશ ગ્રુપના હેડ એનિલ અરોરાએ જણાવ્યું કે, ટેક્સ નાખવામાં આવતા મોબાઈલ ફોનના ભાવ વધશે તે નિશ્ચિત છે. જ્યારે નોકિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સૂચિત એક ટકા ટેક્સથી મોબાઈલ હેન્ડસેટ્સના ભાવ વધશે પરંતુ કેટલો ભાવ વધશે તેના પર હજી વિચારણા કરવી પડડશે. તેમજ ઈન્ડિયન સેલ્યુલર એશોસિએશનના પ્રમુખ પંકજ મોહિન્દ્રૂએ પણ આવો જ સૂર વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે મોબાઈલનો ભાવ સામાન્ય જ વધશે.

આથી કહી શકાય કે, જો તમે નવો મોબાઈલ ખરીદવા ઈચ્છતા હો તો રાહ જોશો નહીં જેમ બને તેમ જલદી ખરીદી લો. કેમકે, સરકારે મોબાઈલ હેન્ડસેટ પર એક ટકા ટેક્સ નાખવાની ઘોષણા કરી છે. ટેક્ષ નાનો છે પરંતુ કિંમત તો વધશેને...

વેબદુનિયા પર વાંચો