ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ

શનિવાર, 1 માર્ચ 2008 (12:00 IST)
W.DW.D

નવી દિલ્‍હી (એજંસી) નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમ્‌ બજેટમાં ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી લોનની સંપૂર્ણ માફીનો પણ સમાવેશ થાય છે. ચિદમ્‍બરમ તેમનું સાતમું અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ રજૂ કરતાં નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી કુલ રૂ. 50,000 કરોડની લોનની માફીની તેમ જ અન્‍ય એક કરોડ ખેડૂતો માટે સેટલમેન્‍ટ સ્‍કિમની ઘોષણા કરી હતી, જેને પગલે સરકારી તિજોરી ઉપર વધુ 10,000 કરોડનો બોજો પડશે.

-- ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોની 50,000 કરોડની લોન માફ..
-- અન્‍ય એક કરોડ કિસાનોની લોનમાફી પેટે 10,000 કરોડ..

શિડયુલ્‍ડ કોર્મિશયલ બેન્‍કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્‍કો અને સહકારી ધિરાણ સંસ્‍થાઓ દ્વારા 31 માર્ચ, 2007 સુધીમાં અપાયેલી અને 31 ડિસેમ્‍બર, 2007ના રોજ ભરપાઇ કરવાપાત્ર થતી હોય તેવી કૃષિ લોનને પણ માફી યોજના હેઠળ આવરી લેવાશે, જેથી ખેડૂતોની દેવાંની સમસ્‍યા દૂર કરવામાં મદદ મળી રહે.

કેન્‍દ્રીય નાણામંત્રી પી. ચિદમ્‍બરમે અપેક્ષા મુજબ 200809નું ચૂંટણીલક્ષી આમ આદમીનું બજેટ રજૂ કરીને કોંગ્રેસની મતબેંક મજબૂત બનાવવા એક લાખ કરોડથી વધુ રૂપિયાની રાજકીય ખેરાત કરી છે.

કિસાનોના રૂપિયા 60,000 કરોડના દેવાની માફી, પગારદાર કર્મચારીઓને આવકવેરામાં કમસે કમ 4,000 રૂપિયાની રાહત, દલિતો માટે 26,000 કરોડની ફાળવણી મુસ્‍લિમોના મત મેળવવા કુલ 4,965 કરોડની જોગવાઇ કરીને ચિદમ્‍બરમે તમામ વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કર્યોછે. તદઉપરાંત મહિલાઓ, શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રમાં સંખ્‍યાબંધ જાહેરાતો કરી 8.8 ટકાનો વિકાસ દર જાળવવાનો પ્રયાસ કર્યો છે.

ચિદમ્‍બરમે કેન્‍દ્રીય કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચની ભલામણો સ્‍વીકારવાની ધરપત આપીને વધુ 60,000 કરોડનો ખર્ચ વેંઢરવાની સાહસિકતા દર્શાવી છે. એટલું જ નહીં, એકસાઇઝ ડયૂટીમાં કમસે કમ બે ટકાથી આઠ ટકા સુધીની રાહત આપવા ઉપરાંત કોઇપણ ક્ષેત્રે કર વધારવાની જાહેરાત કરી નથી. એકંદરે ચિદમ્‍બરમે આ બજેટમાં ચૂંટણી પહેલાં મતદારોમાં ફિલગુડ ફેકટર લાવવાનો પ્રયાસ કર્યોછે.

આઝાદ ભારતના ઇતિહાસમાં 4 કરોડ કિસાનોને રૂપિયા 60,000 કરોડનું સૌથી મોટું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી ચિદમ્‍બરમે માસ્‍ટર સ્‍ટ્રોક ફટકાર્યો છે. 31મી ડિસેમ્‍બર, 2007 સુધી બેંક, ગ્રામીણ બેંક, સહકારી સંસ્‍થાઓ પાસેથી લોન મેળવનારા કિસાનો માટેની લોન માફી અને રાહતની આ યોજના 30મી જૂન, 2008 સુધી પૂરી કરાશે. સાથોસાથ લોન માફી મેળવનારા કિસાન નવી લોનના પણ હક્કદાર રહેશે. ચિદમ્‍બરમે ખેડૂતો માટે ડબલ બોનાન્‍ઝાનું પેકેજ ઓફર કર્યું છે.

નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમે આજે વર્ષ 2008-09 માટેનું બજેટ રજૂ કરતાં દેવાંમાફીની જાહેરાતના માઘ્‍યમથી ખેડૂતો માટે રૂપિયા 60000 કરોડના પેકેજની લહાણી કરી હતી અને આવકવેરા કરદાતાઓને વેરામાં રાહત આપી હતી. તેમણે કોર્પોરેટ જગત પર કોઇ વધારાનો કરબોજ તો લાઘો નહોતો, પરંતુ અર્થતંત્રને વેગ આપવા ઉત્‍પાદન પર લાગુ થતી એકસાઇઝ ડયૂટીના દરમાં ઘટાડો કર્યો હતો. રજૂ થયેલા બજેટને પગલે કેટલાક લોકો ધારણા કરતા થયા છે કે ચૂંટણીઓ વહેલી આવી રહી છે.

ઔષધો-વાહનો સસ્‍તાં -
યુપીએ સરકારના પાંચમા અને છેલ્લા કહી શકાય તેવા સંપૂણર્‌ કક્ષાના બજેટમાં રાહતોનો વરસાદ વરસાવતાં ચિદમ્‍બરમે એકસાઇઝ ડયૂટીના દરોમાં ઘટાડો કરતાં ઔષધો, નાની અને હાઇબ્રીડ કાર, દ્વિ અને ત્રિચક્રી વાહનો, પાણી શુદ્ધ કરતાં ઉપકરણો, પેપર અને પેપર બોર્ડ સહિતની ચીજવસ્‍તુઓ સસ્‍તી થશે. જોકે બજેટની જોગવાઇને પગલે નનફિલ્ર્‌ટડ સિગારેટ મોંઘી થશે.

સેન્‍ટ્રલ વેટમાં ઘટાડો -
માંગમાં વધારો કરવા અને ઉત્‍પાદન ક્ષેત્રને વેગીલું બનાવવાની દિશાના પ્રયાસ કરતાં નાણાપ્રધાને સામાન્‍ય કેન્‍દ્રીય મૂલ્‍યવર્ધિત વેરાના દર પણ 16 ટકાથી ઘટાડીને 14 ટકા કર્યા છે. જોકે કસ્‍ટમ ડયૂટીના ટોચના દરોમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્‍યું નથી.

બજેટમાં વિવાદાસ્‍પદ બેન્‍કિંગ કેશ ટ્રાન્‍ઝિકશન ટેકસની જોગવાઇ પાછી ખેંચવામાં આવી છે. તો સિકયુરિટીઝ ટ્રાન્‍ઝિકશન ટેકસના ધોરણે જ કોમોડિટીઝ ટ્રાન્‍ઝિકશન ટેકસ અમલી બનાવવામાં આવેલ છે.

ચિદમ્‍બરમની પ્રત્‍યક્ષ કરો અંગેની દરખાસ્‍તો આવકોને આકર્ષનારી છે જયારે પરોક્ષ કરવેરા અંગેની દરખાસ્‍તોને કારણે આવકમાં રૂપિયા 5900 કરોડ સુધીની ઓટ આવી શકે છે. દેવાદાર થઇ ચૂકેલા ખેડૂતો દ્વારા થતી આત્‍મહત્‍યાના સંદર્ભમાં પણ લોકપ્રિયતા વધારતું પગલું લેતા નાણાપ્રધાને અત્‍યારસુધાની સૌથી મોટી કહી શકાય તેવી દેવાંમાફીની જાહેરાત કરતાં રૂપિયા 60000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ચાર કરોડ જેટલા ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. અત્‍યાર સુધી સરકાર પક્ષે રહેતા આવેલા રાજકીય પક્ષો સહિતના રાજકીય વર્તુળો અને ઉધોગ જગત પણ બજેટને વહેલી ચૂંટણીના સંકેતરૂપ માની રહ્યા છે.

બાળકો -
નાણાપ્રધાનના બજેટમાં બાળવિકાસ માટે રૂ. 33,434 કરોડ અને બાળવિકાસ કાર્યક્રમો માટે રૂ. 6,300 કરોડની જાહેરાત. માઘ્‍યમિક શાળા સુધી મઘ્‍યાહ્ન ભોજન અને વિજ્ઞાનના વિધાર્થીઓ માટે રૂ. 85 કરોડની દરખાસ્‍ત.

મહિલાઓ-
મહિલાઓ માટે આવક વેરામાં મુકિત મર્યાદા રૂ. 1.80 લાખ કરવામાં આવી. મહિલા સંબંધિત યોજના માટે રૂ. 11,460 કરોડની જાહેરાત કરી. તેઓ હવે સ્‍વરોજગાર માટે એસઆઈસી પાસેથી લોન મેળવશે.

યુવાનો -
અર્ધસૈનિક દળોમાં લઘુમતી વર્ગના યુવાનોને વધારે જગ્‍યા આપવામાં આવશે. એક લાખ આંગણવાડી કાર્યકર્તાઓનું વેતન રૂ. 1,000થી વધારીને રૂ. 1,500 કર્યું.

વૃદ્ધો -
વરિષ્ઠ નાગરિકો માટે આવક વેરાની મુકિત મર્યાદા રૂ. 1.95 લાખથી વધારીને રૂ. 2.25 લાખ કરવામાં આવી. તે ઉપરાંત ઓલ્‍ડ એજ પેન્‍શનના વિસ્‍તરણ માટેની જાહેરાત. પેન્‍શન માટે રૂ. 3,443 કરોડની દરખાસ્‍ત કરાઈ.

વેબદુનિયા પર વાંચો