રોકાણને પ્રોત્સાહન અને વિકાસ દર વધશે

શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (15:12 IST)
PTIPTI

નવી દિલ્હી(વેબદુનિયા) આજે યુપીએ સરકારે છેલ્લું બજેટ તેમના કાર્યકાળમાં રજુ કરતા નાણા પ્રધાન પી. ચિદમ્બરમે 4 કરોડ ખેડુતોની લોન માફી અને રાહતની જાહેરાત કરી નાખી છે. તેમણે કર્મચારીઓ અને મધ્યમ વર્ગને ખૂશ કરવા દોઢ લાખ રૂપિયાની વાર્ષિક વ્યક્તિગત આવકને સંપુર્ણ રીતે કરમુકત જાહેર કરી છે તથા ટેક્ષના સ્લેબ બદલતા 3 લાખ રૂપિયા સુધીની આવક પર 10 % ટેક્ષ લાદવાનો પ્રસ્તાવ કર્યો છે. મહિલાઓને હવે રૂ. એક લાખ એસી હાજર અને સિનિયર સીટીજનને રૂ. ર,25,000 સુધી કોઇ ટેક્ષ દેવો નહી પડે. આ રીતેનું સંપુર્ણ ચૂંટણીલક્ષી બજેટ આજે નાણા પ્રધાને રજુ કર્યું છે.

નાણા મંત્રી પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે 2008-09ના બજેટથી રોકાણને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે વિકાસ દર પણ વધશે. સાથે જ તેમણે પોતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ખેડુતોનું લોન માફ કરીને તેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ધીરાણ એ સૌથી અગત્યનું પરીબળ છે અને બજેટમાં નાના અને સિમાંત ખેડુતોને રૂ. 60,000 કરોડની રાહત આપવામાં આવી છે. બજેટથી વિકાસ વધશે અને તેનાથી સમૃધ્ધિ વધશે. ભારતનો વિકાસ દર હાલમાં આઠ ટકા છે.

તેમણે આ પહેલાં લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક સુધારણાઓની દ્રષ્ટિએ 1991નું વર્ષ મહત્વપૂર્ણ છે. કેપીટલ ફ્લો વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં મંદી છવાઈ હોવાથી આપણે સતર્ક રહીને આર્થિક નિતીઓમાં ફેરફાર કરવાની જરૂર છે.

નાણાપ્રધાને કંપની જગતને આયકરમાં કોઇ છુટછાટ આપી નથી. પરંતુ તેમને એકસાઇઝ ડયુટી અને આયાત ડયુટીમાં છુટછાટ આપીને તેઓને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. ચિદમ્બરમે યુપીએ સરકારની ભારત નિર્માણ, રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના, ગ્રામિણ સ્વાસ્થ્ય મિશન અએન લઘુમતીઓના કલ્યાણ માટેની યોજનાઓ માટે ખુલ્લા હાથે નાણાનો વરસાદ કરવાની જાહેરાત કરી છે.

વેબદુનિયા પર વાંચો