બોલીવુડમાં વર્તમાન દિવસોમાં જીવની પર આધારિત ફિલ્મ બનાવવાનું ચલ્ણ જોરો પર છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પણ ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મકાર મિતેશ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમના પર ફિલ્મ બનાવવા માંગે છે.
મિતેશ પટેલે કહ્યુ કે કોમન મૈનથી મુખ્યમંત્રી સુધી પહોંચવાની સ્ટોરી મારી ફિલ્મમાં બતાવવામાં આવશે. આ એક વૃતચિત્ર નહી હોય અને તેમા તેમના બાળપણથી લઈને અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓને બતાવવામાં આવશે.
એવુ કહેવાય છે કે ફિલ્મનુ નામ હજુ નક્કી નથી કરવામાં આવ્યુ. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં કરવાની શક્યતા છે. ફિલ્મના કલાકારની પસંદગી કરવાની બાકી છે, જે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં તાજેતરમાં જ 'ફ્લાઈંગ સિખ' મિલ્ખા સિંહ પર ફિલ્મ બનાવવામાં આવી હતી. ઓલિમ્પિક કાંસ્ય વિજેતા મેરીકોમ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. બીજી બાજુ અમિતાભ બચ્ચન, ગુરૂદત્ત, કિશોર કુમાર, દારા સિંહ, અઝહરુદ્દીન, ધર્મેન્દ્ર પર પણ ફિલ્મ બનાવવાની ચર્ચા છે.