યામી ગૌતમ અને આદિત્ય ધરએ કર્યા લગ્ન, ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા વેડિંગ ફોટા

શુક્રવાર, 4 જૂન 2021 (18:45 IST)
Photo : Instagram
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ યામી ગૌતમ (Yami Gautam) એ નિર્દેશક આદિત્ય ધર (Aditya Dhar) સાથે લગ્ન કરી લીધા છે. આદિત્ય ધર અને યામી ગૌતમએ સોશિયલ મીડિયા પર તેમના  વેડિંગ ફોટા શેયર કર્યા છે. જેમાં બન્ને એક સાથે સરસ  દેખાય રહ્યા છે. કપલની આ વેડિંગ ફોટા ફેંસને ખૂબ ગમી રહ્યા છે અને આ વાયરલ થવા શરૂ થઈ ગયા છે. 
  રૂમાની લાઈન શેયર કરી 
યામીએ તેમની અને આદિત્યની સુંદર ફોટાની સાથે એક કેપ્શન પણ લખ્યુ છે પર્શિયન પોઈટ રૂમીની લાઈનને શેયર કરતા યામીએ લખ્યુ-  તમારી રોશની સાથે મે પ્રેમ કરતા સીખી. આગળ યામીએ લખ્યુ  અમારા પરિવારના આશીર્વાદ સાથે, અમે આજે કેટલાક ખાસ લોકો વચ્ચે લગ્નના બંધનમાં બંધાય ગયા. 
 
પ્યાર અને મિત્રતાની નવી શરૂઆત 
યામીએ આગળ લખ્યુ અમે આ ખાસ અવસરને અમારા સગાઓ અને પરિવાર સાથે સેલિબ્રેટ કર્યુ. અમે આજે મિત્રતા અને પ્યારની એક નવી શરૂઆત કરી રહ્યા છે તેથી તમારા બધાનો પ્યાર અને શુભકામનાઓની જરૂર છે.  પ્રેમથી - યામી અને આદિત્ય..  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર