વરૂણ ધવન અને નતાશા દલાલ બાળપણના મિત્રો છે. વરૂણ ધવન અને નતાશા દલાલ સમયાંતરે એક સાથે જોવા મળ્યા છે અને અંતે બંનેએ લગ્ન કરી લીધા હતા અને તેમના પ્રેમ ઉપર સોશ્યલ સીલ લગાવી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન રિસેપ્શન 26 જાન્યુઆરીએ યોજાશે, જેમાં ઘણા મોટા સ્ટાર્સ શામેલ હશે.