સુપરસ્ટાર રજનીકાંતની આગામી ગેંગસ્ટર ફિલ્મ કબાલી તેમના ફેંસ વચ્ચે ધમાલ મચાવી રહી છે. ટીઝર 29 એપ્રિલના રોજ રજુ થયુ હતુ અને માત્ર 3 દિવસમાં 80 લાખ વાર જોવાય ચુક્યુ છે. રજનીકાંત એકવાર ફરી પોતાના એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમની એંટ્રી ખૂબ શાનદાર લાગી રહી છે અને તેમના પાત્રને કબાલી નામથી પરિચિત કરવામાં આવ્યુ છે.
બીજી બાજુ આ વીડિયોને જોયા પછી ફિલ્મકાર રામગોપાલ વર્માએ ટ્વીટ કરીને કહ્યુ, આની પાછળ કારણ એ છે કે રજનીકાંત છેવટે રજનીકાંત જ કેમ છે શાનદાર/ તેમને કબાલીને બાહુબલી કરતા સાઅરી બતાવતા રજનીકાંતના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે બાહુબલી દેશ વિદેશોમાં ધમાકેદાર કમાણી કરી ચુકી છે.