કરીનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો. પણ જેવી સેફે પુત્રના નામની રજૂઆત કરી, સોશિયલ મીડિયા પર બવાલ મચી ગઈ. અનેક લોકોએ તેમના પુત્રના નામની ખૂબ આલોચના કરી હતી. જો કે સેફે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમને અને કરીનાને આ નામ ખૂબ પસંદ છે. કરીના હાલ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ તેણે રૈપવોક પણ કર્યુ હતુ. કરીના જલ્દી જ આગામી ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળવાની છે. બીજી બાજુ સૈફ જલ્દી જ વિશાળ ભારદ્વાજની ફિલ્મ રંગૂનમાં જોવા મળવાની છે.