રિયાલીટી શો 'બિગ બોસ 5' ની સાથે ભારતમાં લોકપ્રિયતા મેળવી ચુકેલ અભિનેત્રી સની લિયોની માટે બિગ બોસ 9ના ઘરમાં એકવાર ફરીથી એંટ્રી કરવા જઈ રહી છે. આ વાતની માહિતી સની લિયોનીએ પોતાના ટ્વિટર એકાઉંટ પર આપી છે. સનીએ પોતાના ટ્વિટૅર પર સૌ પહેલા પોતાના ફેંસ માટે ગુડ મોર્નિંગ કહ્યુ અને લખ્યુ વિચારો શુ !! જે ફરી એકવાર થવાનુ છે. ત્યારબાદ તેણે બિગ બોસમાં એંટ્રી કરવાની માહિતી આપી.
તેણે લખ્યુ 'મસ્તીજાદે' માટે બિગ બોસના ઘરમાં કમબેક.
જી હા સની આ વખતે શો ના કંટેસ્ટેંટ તરીકે નહી પણ પોતાની અપકમિંગ સેક્સ કોમેડી મૂવી મસ્તીજાદેને પ્રમોટ કરવાન માટે એંટી કરી રહી છે.