ફિલ્મ 'એક પહેલી લીલા' નુ નિર્દેશન બોબી ખાન કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ, 'સત્યમ શિવમ સુંદરમ'માં જીનત અમાનની સુંદરતા ખૂબ જ સારી રીતે કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જ્યારે મે આ વિશે સની સાથે વાત કરી તો તે પણ જીનત અમાનનુ લુક અપનાવવા તૈયાર થઈ ગઈ. જો કે જીનત અમાનની જેમ સની આ માટે ટોપલેસ નથી થવાની.