પડદા પર માતાના પાત્ર માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી રીમા લાગૂ દુનિયાને અલવિદા કહી ગઈ. રીમા લાગૂનુ નિધન 59 વર્ષની વયમાં 18 મેના રોજ સવારે 3 વાગીને 15 મિનિટ પર કાર્ડિયક અરેસ્ટ (cardiac arrest)ને કારણે થયુ. તબિયત ખરાબ થવાથી તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
આજે બપોરે 2 વાગ્યે ઓશિવરામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એક નજર રીમાએ ભજવેલા એ પાત્રો પર જેના દ્વારા તે બધાના દિલોમાં વસી ગઈ.
મૈને પ્યાર કિયા - 1989માં આવેલી મૈને પ્યાર કિયામાં રીમા લાગૂએ સલમાન ખાનની માતાનો રોલ ભજવ્યો હતો.
હમ આપકે હૈ કૌન - 1984 માં આવેલ હમ આપકે હૈ કૌન માં રીમાએ માધુરી દીક્ષિતની માં નુ પાત્ર ભજવ્યુ હતુ.
કુછ કુછ હોતા હૈ - 1998માં આવેલ કુછ કુછ હોતા હૈ માં રીમા લાગૂએ કાજોલની માતાનો રોલ ભજવ્યો હતો.
વાસ્તવ - 1999માં આવેલ વાસ્તવમાં રીમા લાગૂએ સંજય દત્તની માતાનુ પાત્ર ભજવ્યુ હતુ. આ ફિલ્મમાં રીમાના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
હમ સાથ સાથ હૈ - 1999માં જ આવી. હમ સાથ સાથ હૈ માં રીમા લાગૂએ સલમાનની માતાનુ પાત્ર ભજવ્યુ હતુ.
રીમાએ આ ફિલ્મો ઉપરાંત ફિલ્મ આશિકી, સાજન અને ટીવી પર સીરિયલ તૂ તૂ મેં મૈ માં સાસુના પાત્ર માટે પણ જાણીતી છે. સાસુ વહુની લડાઈને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી.