સ્પાઈડરમેન હોમકમિંગનું ગુજરાતીમાં ડબ થયેલું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરાયું

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:20 IST)
જુલાઈ મહિનામાં રીલિઝ થઈ રહેલી ફિલ્મ સ્પાઈડરમેન હોમકમિંગનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં રસપ્રદ વાત એ છે કે આ ટ્રેલરમાં તે ગુજરાતી ભાષામાં વાતો કરી રહ્યો છે. આ ટ્રેલર લોન્ચ થયાના 24 કલાકમાં જ ગુજરાતી પ્રજામાં તે ચર્ચાનો વિષય બની ગયું હતું. આ ટ્રેલરને સોની પિક્ચર્સ ઓફ ઈન્ડિયાએ આ ટ્રેલર લોન્ચ કર્યું છે. કોઈ હોલિવૂડની ફિલ્મનું ટ્રેલર ગુજરાતીમાં ડબ કરીને લોન્ચ કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. 

બીજી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ ગુજરાતી ભાષામાં રીલિઝ નથી થવાની તે માત્ર તેલુગુ.તામિલ અને હિન્દી ભાષામાં જ રીલિઝ થવાની છે. આ વિશે ફ્રિલ્મ પ્રમોશન કરતાં ચેતન ચૌહાણે કહ્યું હતું કે ગુજરાતી ઉપરાંત આ ફિલ્મનું ટ્રેલર બીજી 10 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં રીલિઝ કરવામાં આવી રહ્યું છે. એવી આશા રાખીએ કે આવા સુપર હીરોઝ આપણી ભાષામાં વાત કરતાં સાંભળવા મળે. આ ફિલ્મ 7મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. 

સોશિયલ મીડિયા પર શેર થયેલા આ ટ્રેલરને લઈને એવી માંગણી ઉઠી છે કે આ આખી ફિલ્મ જ ગુજરાતીમાં જોઈએ. શક્યતાઓ છે કે આગામી સમયમાં આ ફિલ્મ આવી પણ શકે છે. 





સાભાર - યુટ્યુબ

વેબદુનિયા પર વાંચો