સિદ્ધાર્થ શુક્લાના જીમ ટ્રેનરનો દાવો - બોલ્યા તેમનુ મોત હાર્ટ અટેકથી નથી થઈ શકતુ

શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (00:12 IST)
દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના મૃત્યુ પછી હવે તેમના જિમ ટ્રેનર સોનુ ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. સોનુ ચૌરસિયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, 'હું વિશ્વાસ જ નથી કરતો કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકથી થઈ શકે છે. તે ખૂબ જ ફિટ અને ફિટનેસને લઈને સજાગ હતા.  હું છેલ્લા દોઢ વર્ષથી સિદ્ધાર્થને જીમમાં તાલીમ આપી રહ્યો હતો. દરરોજ સવારે 10.30 વાગ્યે અમે જીમમાં મળતા હતા. તે જીમમાં ખૂબ મહેનત કરતો હતો.

 
તેમણે વધુમાં કહ્યું, 'મને રાહુલ વૈદ્યનો સવારે 9.30 વાગ્યે ફોન આવ્યો કે સિદ્ધાર્થ બીમાર છે. પહેલા તો વિશ્વાસ જ ન થયો, પણ પછી ઘણા કોલ આવવા શરૂ થયા. સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળીને મને ખૂબ આઘાત લાગ્યો છે,  સિદ્ધાર્થ ક્યારેય કોઈ માનસિક તણાવ કે નિરાશ રહ્યો નથી. હંમેશા ખુશ રહેનાર અને લોકોને ખુશ કરનારો વ્યક્તિ હતો.  24 ઓગસ્ટના રોજ મારી સાથે વાત કરી હતી. તેમણે મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી કારણ કે ત્યારબાદ હુ મુંબઈમાં નહોતો. 20 ઓગસ્ટના રોજ, તેમણે રક્ષાબંધનના દિવસે પોતાની બહેનને કાર ભેટ આપવાની વાત કરી અને 22 ઓગસ્ટના રોજ ભેટ પણ આપી. જીમમાં હંમેશા ખુશ રહેતા અને મહેનત કરતા હતા.  
 
સોનુ ચૌરસિયાએ આગળ કહ્યું, 'આ પછી, રાત્રે જમ્યા પછી પણ, તે 40 મિનિટ સુધી વોક કરતા હતા. ગઈ કાલે રાત્રે લગભગ 11.30 વાગ્યે  મીટિંગમાંથી પાછા આવ્યા. મીટિંગ દરમિયાન જ તેઓ કંઈક બહાર ખાઈને આવ્યા હતા, તેથી રાત્રે ઘરે છાશ અને ફળ ખાધા અને લગભગ 1.30 વાગ્યે સૂઈ ગયા. જ્યારે તેમની માતા સવારે તેમને ઉઠાડવા આવી તો તેઓ એકદમ સ્ટ્રેટ સૂઈ ગયા હતા. જ્યારે કે તેઓ આ રીતે ક્યારેય સૂતા નહોતા. તરત ડોક્ટરને બોલાવ્યા. પંપ વગેરે કર્યુ, પણ ડોક્ટરે તબિયત વધુ ખરાબ હોવાનુ કહીને હોસ્પિટલ લઈ જવાનુ કહ્યુ પણ હોસ્પિટલ લઈ જતી વખતે તેમનુ મોત થઈ ચુક્યુ હતુ.  હુ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છુ. કારણ કે હુ નથી માની શકતો કે તેમનુ મોત હાર્ટ એટેકથી થયુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર