દબંગ સ્ટાર સલમાન ખાન અભિનયની સાથે ફિલ્મ નિર્માણ પણ કરે છે. તેની એક ફિલ્મમાં કૃતિ સેનન મુખ્ય ભૂમિકા નિભાવશે. બજરંગી ભાઇજાન, હીરો અને ટ્યુબલાઇટ સલમાન ખાન ફિલ્મ્સ બેનર તળે બની છે. હવે સલમાનની આ કંપની વધુ ત્રણ ફિલ્મો એક સાથે લાવશે. જો કે આ ત્રણમાંથી એકેયમાં સલમાન અભિનય નહિ કરે. તે યુવા પ્રતિભાઓને આ ફિલ્મો થકી તક આપશે.