કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને SC તરફથી ઝટકો. સજા પર રોકનો નિર્ણય રદ્દ

બુધવાર, 14 જાન્યુઆરી 2015 (11:47 IST)
કાળા હરણનો શિકાર કેસમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. ટોચની કોર્ટે મામલામાં રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો છે. કોર્ટે સજા પર લાગેલ રોકનો આદેશ રદ્દ કરતા રાજસ્થાન હાઈ કોર્ટને કેસ પર નવેસરથી વિચાર કરવાનુ કહ્યુ છે. સરકારી વકીલ વરુણ પુનિયાએ જણાવ્યુ કે હાઈ કોર્ટે સલમાનને દોષી ઠેરવવા પર સ્ટે લગાવ્યો હતો.  અમે હાઈકોર્ટમાં આ વિરુદ્ધ અપીલ કરી હતી. કોર્ટે હવે આ સ્ટે હટાવી લીધો છે અને કોર્ટને આ બાબત પર ફરીથી વિચાર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મામલામાં રાજસ્થાનની એક નીચલી કોર્ટે સલમાનને દોષી માનતા 5 વર્ષની સજા સંભળાવી હતી. જેને કારણે તેમને બ્રિટનનો વીઝા પણ નહોતો આપવામાં આવ્યો. જેના પર સલમાને રાજસ્થાન હાઈ કોર્ટમાં અરજી કરી. જ્યા કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી હતી અને વિદેશ જવાનો રસ્તો પણ સાફ કરી દીધો હતો. હાઈ કોર્ટના આ નિર્ણય પર સવાલ ઉઠાવતા રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. જેના પર ગયા વર્ષે 5 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.  
 
શુ છે પુરો મામલો .. 
 
વર્ષ 1998માં  ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને તેના સાથી કલાકારો પર કાળા હરણનો શિકારનો કેસ નોંધાયો હતો. જેમા સલમાન ખાન મુખ્ય આરોપી જ્યારે કે સેફ અલી ખાન, તબ્બુ, અને સોનાલી બેન્દ્રે સહ આરોપી હતી. કેસની સુનાવણી કરતા 2006મા નીચલી કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જ્યારપછી થોડા દિવસો સુધી તેઓ જેલમાં બંધ રહ્યા હતા. પછી તેમને કોર્ટમાંથી જામીન મળી ગઈ હતી. 

વેબદુનિયા પર વાંચો