કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અને વિદાઈ ફેમ એક્ટ્રેસ સારા ખાનની હાલ ખૂબ જામી રહી છે. બંને આજકાલ એકસાથે જોવા મળે છે. સારા ખાનનો તાજેતરમાં જ એક મ્યુઝિક વીડિયો બ્લેક હાર્ટ રજુ તહ્યો હતો. આ વીડિયોમાં સારા ન્યૂડ પોઝ આપતી જોવા મળી રહી છે. જો કે ફેંસને સારાનો આટલો બોલ્ડ અંદાજ ગમ્યો નહી અને તેમને મુસ્લિમ હોવાથી આ પ્રકારનુ કામ ન કરવાની સલાહ આપી અને બુરકામાં રહેવાનુ કહ્યુ. પછી તો શુ હતુ સારા અને રાખીએ આ વિશે પ્રેસ કૉન્ફેંસ કરી નાખી.
આગળ સારા કહે છે કે - ફક્ત એટલા માટે કે મુસલમાન કમ્યુનિટીમાં કહેવાય છે કે છોકરીઓએ પડદામાં રહેવુ જોઈએ. તો મુસલમાન ક્મ્યુનિટીમાં કેમ એવુ નથી કહેવામાં આવતુ કે છોકરાઓએ આંખોમાં પડદો કરવો જોઈએ. આ વચ્ચે રાખી કહે છે કે - તેને કોટનથી પડદો કર્યો જ છે. પછી વિવાદ કેમ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે મ્યુઝિલ વીડિયો પર લોકો સારાને ટ્રોલ કરી રહ્યા છે તેમા તેણે ન્યૂડ પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર અપલોડ આ વીડિયોમાં યૂઝર્સે અનેક આપત્તિજનક કમેંટ કરી છે. સારા ખાને આ વીડિયોને ખુદની અવાજ આપી છે અને તે આની પ્રોડ્યૂસર પણ છે.