મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ ડિમ્પલ ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. તેણીએ રાજેશ ખન્નાની પસંદગી મુજબ જીવન જીવવાનું શરૂ કર્યું, જોકે તેણી ઈચ્છતી હતી કે તે ફિલ્મોમાં કામ કરે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ પણ તેમનો સંપર્ક કર્યો પરંતુ રાજેશ ખન્ના આ માટે તૈયાર ન હતા. લગ્નના ત્રીજા વર્ષે ડિમ્પલ તણાવમાં રહેવા લાગી હતી અને આ દરમિયાન તે બીજી વખત ગર્ભવતી બની હતી. રાજેશ ખન્નાને આશા હતી કે તેમને બીજી વખત પુત્ર થશે. પરંતુ 24 જુલાઈ 1977ના રોજ ડિમ્પલે બીજી દીકરીને જન્મ આપ્યો. પુત્રની અપેક્ષા રાખતા રાજેશ ખન્નાને જ્યારે બીજી પુત્રી મળી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા.