KK Autopsy Report: કેકેની એટોપ્સી રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો - હાર્ટની ચારેબાજુ જામી ગઈ હતી ચરબી, શરીરમાં મળી 10 પ્રકારની દવાઓ

શુક્રવાર, 3 જૂન 2022 (15:11 IST)
સિંગર કેકે  (Singer KK) ના મોતે બધાને ચોંકાવી દીધા અને તેઓ પોતાની પાછળ ઘણા સવાલો છોડી ગયા. પહેલા તેમના મોતનુ કારણ હાર્ટ અટેક  (Heart Attack) બતાવવામાં આવી રહ્યુ હતુ. પછી માથા અને ચેહરા પર ઘા ના  નિશાન મળતા પોલીસે તે અસામાન્ય મોત તરીકે નોંધ કરી.  ત્યારબાદ જે સ્થાન પર તેઓ પરફોર્મ કરી રહ્યા હતા ત્યાના મેનેજર પર અવ્યવસ્થા હોવાનો આરોપ લાગ્યો.  આ દરમિયાન ડોક્ટર્સ એ કહ્યુ કે કેકે ને હાર્ટ બ્લોકેજની સમસ્યા હતી. જો સમયસર  CPR  આપવામાં આવતો તો તેમનો જીવ બચી શકતો હતો.  હવે આ મામલે મોટુ અપડેટ આવ્યુ છે. કેકે ના પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટને હિસ્ટોપૈથોલોજિકલ (Histopathological) ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો, જેઁમા જાણ થઈ કે તેમના દિલની ચારે બાજુ એક ફૈટી લહેર બની ગઈ હતી. જે સફેદ થઈ ગઈ હતી અને valves એકદમ સ્ટિફ (કડક) થઈ ગયા હતા.  પોલીસે કહ્યુ કે હિસ્ટોપૈથોલોજી ટિશ્યૂજ વિશે એક સ્ટડી છે જે બ્લોકેજને રિવીલ કરી શકે છે. 

 
પોલીસ સૂત્રો મુજબ ડોક્ટરોએ કહ્યુ છે કે દિલમાં સ્ટિફનેસ (કઠોરતા) સમય સાથે ડેવલોપ થાય છે. તેથી  પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટને હિસ્ટોપૈથોલોજીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. જે બ્લોકેજને રિવિલ કરી શકે છે. 
પોલીસે કહ્યુ કે ગૈસ્ટિક્ર અને લિવર સાથે ડીલ કરનારી 10 જુદી જુદી દવાઓ અને વિટામિન સી કેકે ની બોડીમાં મલ્ટીપલ એંટાસિડ અને સિરપની સાથે જોવા મળ્યા. જે એસિડીટી, પેટમાં બળતરા અને ગેસમાં તરત જ રાહત આપે છે.  તેમના શરીરમાંથી જે દવાઓ મળી તેમા કેટલીક દવાઓ આયુર્વેદિક અને હોમ્યોપેથિક હતી. 
પોલીસ સૂત્રોએ કહ્યુ, 'એ જાણ થાય છે કે કેકે એંટાસિડની ગોળીઓ સતત યૂઝ કરી રહ્યા હતા. 31 મે ની સવારે તેમણે પોતાના મેનેજરને કહ્યુ કે એનર્જી લો લાગી રહી છે. એ જ રાત્રે મોતના થોડા કલાક પહેલા તેમણે વાઈફને જણાવ્યુ હતુ કે તેમના ખભા અને હાથમાં દુખાવો થઈ રહ્યો છે. 
 
પોલીસ કરી રહી છે પૂછપરછ 
 
આ દરમિયાન ગયા ગુરૂવારે ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોલકાતા  બેસ્ડ  BlackEyed  ઈવેંટ હાઉસના સેલિબ્રેટી મેનેજરની પૂછપરછ કરી. જેણે કેકે સાથે એ પોગ્રામમાં ગીત ગાવા માટે વાત કરી હતી. એ વ્યક્તિ કેકે સાથે હતો અને તેના મેનેજર હિતેશ ભટ્ટ પણ કારમાં હતા. જ્યારે તેમને નજરૂલ મંચ વેન્યુ પરથી હોટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કારના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી છે જેનુ નામ ઈતાવરી યાદવ છે.  તેણે જણાવ્યુ કે કેકે હોટલ પરત ગયા પછી અસહજ અનુભવી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે સિંગર કેકે બે દિવસ માટે કલકત્તામાં પરફોર્મ કરવા ગયા હતા. બીજા કૉન્સર્ટમાં લાઈવ પરફોર્મેંસ દરમિયાન જ તેમની તબિયત બગડી ગઈ. તેમને પહેલા હોટલ અને પછી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પણ તેમને બચાવી શકાયા નહી. કોલકાતામાં ગન સેલ્યૂટ આપ્યા બાદ તેમનુ પાર્થિવ શરીર મુંબઈ લઈ જવામાં આવ્યુ. જ્યા ગઈકાલે (2 જૂન)ના રોજ તેમને અંતિમ વિદાય આપવામાં આવી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર