બોલીવુડ એક્ટર રણબીર કપૂરની લાખો યુવતીઓ ધેલી છે. પણ શુ તમે જાણો છો કે તેઓ ખુદ એક એક્ટરના દિવાના છે. જી હા રણબીર આ એક્ટરના એટલા દિવાના છે કે તેઓ આ વેલેન્ટાઈન ડે પર તેમની સાથે જ રહેવાના છે. ઉલ્લેખનીય છે કે આ એક્ટર બીજુ કોઈ નહી પણ સંજય દત્ત છે. આ પહેલા કે તમે કશુ વધુ વિચારો તમને બતાવી દઈએ કે રાજકુમાર હિરાની દ્વારા ડાયરેક્ટ સંજય દત્તની બાયોપિકની શૂટિંગ 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જે કારણે સંજય અને રણબીર બંને ફિલ્મને કારણે સાથે રહેશે.