Rajesh Khanna Punyatithi- ભારતના પ્રથમ સુપરસ્ટાર હતા રાજેશ ખન્ના
રવિવાર, 18 જુલાઈ 2021 (08:48 IST)
1. રાજશે ખન્નાનું મૂળ નામ જતિન ખન્ના હતું. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942માં થયો હતો.
2. હેમા માલિની એક માત્ર એવી અભિનેત્રી છે જેમની સાથે રાજેશ ખન્નાએ સૌથી વધુ એટલે કે 15 ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે.
3. રાજેશ ખન્ના-મુમતાઝની જોડી ભારતીય ફિલ્મોની એકમાત્ર એવી રોમેન્ટિક જોડી છે જેમની ફિલ્મોને બોક્સ ઓફિસ પર 100 ટકા સફળતા મળી છે. રાજેશ ખન્નાએ મુમતાઝ સાથે 8 જેટલી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
4. જ્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર તરીકે વર્ચસ્વ ધરાવતા હતાં ત્યારે બોમ્બે યુનિવર્સિટીમાં એક પુસ્તકમાં 'ધ કરિશ્મા ઓફ રાજેશ ખન્ના' નામનો લેખ સમાવિષ્ટ હતો.
5. શેખર કપૂરની સુપરહિટ ફિલ્મ 'મિસ્ટ ઈન્ડિયા' પહેલા રાજેશ ખન્નાને ઓફર કરાઈ હતી પણ તેઓ પોતાની જાતને એક અદ્રશ્ય હિરો સાથે ન સાંકળી શકતા તેમણે ફિલ્મને નકારી હતી.
6. તેમણે 1966થી લઈને 2011 સુધીની 40 વર્ષની કારકીર્દિમાં તેમણે 180 ફિલ્મો કરી છે.
7. રાજેશ ખન્ના બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એસોશિએશન એવોર્ડ્સમાં સૌથી વધુ વાર બેસ્ટ એક્ટરનો એવોર્ડ (4 એવોર્ડ્સ) જીતનારનો રેકોર્ડ અને બેસ્ટ એક્ટર કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન્સ (25 નોમિનેશન્સ) મેળવવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 3 વાર બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ જીતેલો છે અને 14 વાર તેમનું નામ આ કેટેગરીમાં નોમિનેટ થયું છે.
8. રાજેશ ખન્નાનો હાલનો બંગલો 'આશીર્વાદ' જે પહેલા 'ડિમ્પલ' નામે હતો, તેને રાજેશ ખન્નાએ વિતેલા સમયના સુપરસ્ટાર રાજેન્દ્ર કુમાર પાસેથી ખરીદ્યો હતો.
9. જ્યારે રાજેશ ખન્ના પોતાની કારકીર્દિની ટોચે હતાં ત્યારે તેમને 'ભારતીય સિનેમાના પહેલા સુપરસ્ટાર'નો ખિતાબ મળ્યો હતો. 60 અને 70ના દાયકામાં જન્મેલા ઘણા બાળકોના નામ તેમના માતા-પિતાએ રાજેશ ખન્નાની સફળતાને જોઈને રાજેશ રાખ્યુ હતું.
10. 'આરાધના' ફિલ્મમાં શર્મિલા ટાગોર સાથેનું ગીત 'રૂપ તેરા મસ્તાના' બોલિવૂડનું પહેલુ સિંગલ ટેક શોટ સોન્ગ હતું અને રાજેશ ખન્ના તે ગીતનો હિસ્સો હતાં.
11. રાજેશ ખન્ના તેમના સમયના બોલિવૂડના જાણીતા સુપરસ્ટાર રહી ચૂક્યા છે, તેઓ સુપરસ્ટાર એ માટે કહેવાયા કે તેમણે સતત 4 વર્ષમા6 15 સુપરહિટ ફિલ્મો આપી હતી, તેમનો આ રેકોર્ડ આજ સુધી બોલિવૂડનો કોઈ કલાકાર તોડી શક્યુ નથી.
12. રાજેશ ખન્નાનો ક્રેઝ છોકરીઓમાં ગજબનો હતો. એ વિશે વાત કરીએ તો રાજેશ ખન્ના જ્યારે કોઈ સ્થળે જતા ત્યારે તેમની બહાર ઉભી રહેલી ગાડી પર છોકરીઓ એટલા કિસ કરતી કે સાંજ સુધી આખી ગાડી છોકરીઓના લિપસ્ટીકથી ભરાય જતી હતી
.
13. રાજેશ ખન્નાની વાળને ઝટકો આપવાની અદા અને ગરદન મટકાવવાની અદાએ લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી.
14. રાજેશ ખન્ના જ્યારે 32 વર્ષના હતા ત્યારે ડિમ્પલ કાપડિયા માત્ર 16 વર્ષની હતી. આ બંનેના લગ્ન સમયે તેમના વચ્ચે 16 વર્ષનું અંતર હતુ.
15. રાજેશ ખન્ના તેમના જમાનામાં જ્યારે એકવાર બીમાર થયા હતા ત્યારે પ્રોડ્યુસરોએ તેમના રૂમની આજુબાજુના વોર્ડ બુક કરાવી લીધા હતા, જેથી કરીને તેઓ કોઈ બહાને રાજેશ ખન્નાને પોતાની ફિલ્મમાં કામ કરવા માટે મનાવી શકે.
16. રાજેશ ખન્નાને મોંઘી ગાડીઓનો ખૂબ શોખ હતો. તે જ્યારે પણ પ્રોડ્યુસરોને મળવા જતા ત્યારે મોંઘી કારમાં જ જવાનું પસંદ કરતા, એટલુ જ નહી પોતાની કડકીના સમયમાં જ્યારે પણ તેમને કોઈ મળવા બોલાવતુ તો તે સ્પેશ્યલ મોંઘી ગાડી જ મંગાવતા હતા.