તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

રવિવાર, 12 એપ્રિલ 2026 (23:40 IST)
asha bhosle
 
 
દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. ફિલ્મ, રમતગમત અને રાજકીય જગતની હસ્તીઓ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહી છે અને શોક વ્યક્ત કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા ભોંસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ગાયિકાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
 

પ્રધાનમંત્રી મોદી બોલ્યા - તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે  
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આશા ભોંસલે ભારતના સૌથી આદરણીય અને બહુમુખી અવાજોમાંના એક હતા, જેમની સંગીત યાત્રાએ દાયકાઓ સુધી ભારતીય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે તેમના ભાવનાત્મક ગીતો અને જીવંત સંગીતે વિશ્વભરના લાખો હૃદયને સ્પર્શી લીધા છે. તેમણે આશાજી સાથેની તેમની મુલાકાતોને હંમેશા યાદગાર ગણાવી અને કહ્યું કે તેમનું યોગદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવાર, ચાહકો અને સંગીત પ્રેમીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
 

છાતીમાં સંક્રમણ પછી હોસ્પીટલમાં કર્યા હતા એડમીટ

 
નોંધનીય છે કે શનિવારે આશા ભોંસલેની તબિયત બગડતી હોવાના સમાચાર આવ્યા હતા. ગાયિકાની પૌત્રી, જાનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર સ્વાસ્થ્ય અપડેટ શેર કરતા લખ્યું હતું કે, "તેમને ખૂબ થાક અને છાતીમાં ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું સારું થઈ જશે." ગાયિકાની તબિયત બગડ્યા બાદ, ચાહકો હોસ્પિટલની બહાર ભેગા થવા લાગ્યા. આશા ભોંસલેના ઘરની બહાર પણ લોકો ભેગા થવા લાગ્યા. બધાને આશા હતી કે ગાયિકા સ્વસ્થ થઈને પાછા ફરશે, પરંતુ તે આશાઓ ઠગારી નીવડી
 

આવતીકાલે થશે અંતિમ સંસ્કાર 

 
આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે, સોમવારે થશે. ગાયિકાના પાર્થિવ શરીરને સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત તેમના ઘરે જાહેર દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે દાદરના શિવાજી પાર્કમાં કરવામાં આવશે, તે જ જગ્યાએ જ્યાં તેમની બહેન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર