Manoj Muntashir apologized - છેવટે મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ'ના ડાયલોગ લખવા બદલ હાથ જોડીને માંગી માફી

શનિવાર, 8 જુલાઈ 2023 (14:01 IST)
Manoj Muntashir apologized: જ્યારથી ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' રીલિઝ થઈ છે, ત્યારથી તે તેના કન્ટેન્ટ, ડાયલોગ્સ, VFX, ડ્રેસ જેવી ઘણી બાબતો માટે લોકોના નિશાના પર છે. ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મ પર ઘણા કેસ થયા છે, પરંતુ તેમ છતાં ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે પોતાની ભૂલ સ્વીકારી ન હતી, તેમના કહેવા પ્રમાણે, તેમણે આ સંવાદો સામાન્ય ભાષામાં અને દેશના યુવાનોની ભાષામાં લખ્યા હતા. તેમણે ખુદને પીડિત ગણાવીને તે વિરોધ કરનારાઓને કઠેડામાં લાવ્યા. પરંતુ હવે આખરે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ટ્વીટ કરીને માફી માંગી.
 
શું બોલ્યા મનોજ મુંતશિર 
ગીતકાર અને લેખક મનોજ મુન્તાશીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે પોતાની ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેમણે અહીં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે લખ્યું છે કે, "હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, પૂજનીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું." આની બાજુમાં, તેમણે હાથ જોડવાણી ઇમોજી પણ બનાવી છે.



સનાતન અને દેશની રક્ષાની વાત 
 
મનોજની વાત માફી માંગવા સાથે પૂરી નથી થઈ, આ ઉપરાંત તેમણે સનાતન ધર્મ અને દેશની રક્ષાની વાત કરી છે. આગળ મનોજ મુન્તાશીરે લખ્યું છે, "ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણે અતૂટ રહીએ, આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર