Buzz: સલમાનની કોશિશ ફેલ, મલાઈકાની અરબાઝ સાથે છુટાછેડાની તૈયારી
શનિવાર, 12 માર્ચ 2016 (15:19 IST)
થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે સલમાન ખાને પોતાના ભાઈ અરબાઝ અને ભાભી મલાઈકા અરોરાના સંબંધો બચાવવામા મુખ્ય ભૂમિકા ભજવી છે. પણ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે સલમાનની રિકવેસ્ટને નજરઅંદાજ કરતા મલાઈકા અરબાઝથી અલગ થઈ ગઈ છે. જાણવા મળ્યુ છે કે મલાઈકા ટૂંક સમયમાં જ છુટાછેડાની અરજી લગાવી શકે છે.
સલમાને શુ કહ્યુ હતુ ...
- મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાને મલાઈકાને સમજાવતા કહ્યુ કે 18 વર્ષથી ચાલી રહેલ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય યોગ્ય નથી.
- તેમણે મલાઈકાને ભલામણ કરી કે તેઓ આ સંબંધોને તૂટતા બચાવી લે.
- એવુ કહેવાય રહ્યુ છે કે આ માટે તેમણે મુંબઈના એક રેસ્ટોરેંટમાં મલાઈકા અને તેમના ફેમિલી મેંબર્સ માટે ગેટ ટૂ ગેધર રાખ્યુ હતુ.
- જેમા મલાઈકા ઉપરાંત તેના મા જૉયસી પાલીકોર્પ, બહેન અમૃતા અને બનેવી શકીલ લડક ત્યા હાજર હતા.
મલાઈકા બોલી - એકલા હાથે કરવુ પડે છે પુત્રનું પાલનપોષણ...
- સલમાને તાજેતરમાં થયેલ ગોલ્ડન પેટલ એવોર્ડ્સ દરમિયાન પણ મલાઈકા સાથે વાત કરી હતી.
- ત્યારે મલાઈકાએ કહ્યુ કે તેમણે પોતાના પુત્ર અરહાનનુ પાલણ પોષણ એકલા જ કરવુ પડી રહ્યુ છે. અહી સુધી કે તેના ટ્યુશનની ફી જે ખૂબ વધુ છે તેનો ખર્ચ પણ પોતે જ ઉઠાવી રહી છે.
છુટા થવાની ચર્ચાને લઈને પહેલા મીડિયામાં શુ સમાચાર આવ્યા હતા ..
- એવુ કહેવાય રહ્યુ હતુ કે અરબાજ અને મલાઈકાએ 18 વર્ષ જૂના સંબંધોને તોડવાનો નિર્ણય કર્યો છે.
- મલાઈકા ખાન ફેમિલી છોડીને પોતાની માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.
- જો કે આ એપાર્ટમેંટના ગાર્ડ સાથે વાત કરતા તેણે સંકેત આપ્યા કે બધુ ઠીક ઠાક છે.
- તેને એ પણ જણાવ્યુ કે મલાઈકા અવારનવાર અહી આવે છે. ક્યારેક તે જલ્દી પરત જતી રહે છે તો ક્યારેક અનેક દિવસ રોકાય છે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે મલાઈકા પોતાની બહેન અમૃતાને ત્યા શિફ્ટ થઈ છે.
- પણ અહી ગાર્ડે એ જ કહ્યુ કે તે ક્યારેક એકલી તો ક્યારેક અરબાજ સાથે અહી આવે છે.
- તેમને જોઈને લાગતુ નથી કે તેની અને અરબાજ વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે.
- બીજી બાજુ મલાઈકાના એક ક્લોઝ ફ્રેંડે આ વાતની ચોખવટ કરી છે કે તે અરબાજથી અલગ થઈ રહી છે.