જુઓ ફિટ રહેવા માટે શું શું કરે છે બોલીવુડના સિતારાઓ
શુક્રવાર, 15 જુલાઈ 2016 (15:29 IST)
બોલીવુડ સિતારો તેમનુ આરોગ્ય અને ફિગર ફિટ રાખવા માટે ખૂબ મેહનત કરે છે . તેઓ નિયમિત રૂપથી કસરત તો કરે છે અને સાથે એમના ખાન-પાન પર પણ પૂરૂ ધ્યાન આપે છે. જાણો ફિટ રહેવા માટે આ કલાકારો શું- શું ખાય છે . તમે પણ એને અજમાવી શકો છો.
જોન અબ્રાહમના નાશ્તામાં 6 ઈંડા,4 બ્રેડ માખણ લગાવીને ,10 બદામ અને એક ગ્લાસ જ્યૂસ લે છે. પણ એની સાથે એ રોજ કસરત કરવાનુ ભૂલતા નથી.
મલાઈકા અરોરા સવારે નાશ્તામાં ઈડલી,પોહા,ઉપમા કે થુલી ખાય છે એની સાથે ફળ પણ લે છે.
ઋતિક રોશન નાશ્તામાં 4 ઈંડા,2 બ્રાઉન બ્રેડ,એક પ્રોટીન શેક અને ઘણા તાજા ફળ જરૂર ખાય છે.
કરીના કપૂર દિવસની શરૂઆત એક કપ કૉફી અને એક કેળા ખાઈને કરે છે. એ સિવાય એ નાશ્તામાં બે પરાઠા અને દહીં પણ ખાઈ લે છે.
સલમાન ખાનના નાશ્તામાં ઈંડા,બ્રેડ,મિક્સ શાકભાજી ,રોટલી અને ઓછી ફેટના દૂધ હોય છે.
શિલ્પા શેટ્ટી નાશ્તામાં એક વાટકી થુલી અને ચા લે છે . એ પછી એ કસરત કરે છે .આ કરીને એ પ્રોટીન શેક , ખજૂર અને આઠ કિશમિશ ખાય છે. બપોરના ભોજનમાં એ ઘી લગાવીને રોટલી ખાય છે , સાથે શાક , ચિકન અને દાળ પણ લે છે. મીઠામાં એ કુલ્ફી કે ચોકલેટ પસંદ કરે છે.
તુષાર કપૂર નાશ્તામાં પ્રોટીન શેક લે છે . બપોરમાં એ તંદૂરી ચિક્ન અને શાક સાથે બે રોટ્લી ખાવું પસંદ કરે છે . સાંજે એ ઈંડા ખાય છે. રાત્રે પણ બપોર જેવુ ભોજન લે છે પણ રોટલી નહી.
પ્રિયંકા ચોપડાને ઘરનું રાધેલું ખૂબ ભાવે છે . એ માને છે કે જે મન કરે એ ખાવ પણ ધ્યાન રાખો કે એટલી કસરત પણ કરો.
રામ કપૂરની નાશ્તાની પ્લેટમાં ફ્રાય ઈંડા હોય છે સાથે એ સંતરાના જ્યૂસ કે નારિયળ પાણી લે છે.
બિપાશા બાસુ ભાત નહી ખાય. એ ઘણુ બધુ પાણી પીએ છે અને સારો નાશ્તો કરે છે . એ ફળ ખાય છે . એનું ભોજન હમેશા જેતૂનના તેલમાં જ રંધાય છે .એ પૂડી અને પરાઠા લેતી નથી.
સેલીના જેટલી ખૂબ મેવા અને ફળ ખાય છે . એ દિવસમાં 7-8 કપ ગ્રીન ટી પણ પીએ છે.
દીપિકા પાદુકોણ નાશ્તામાં ઈડલી,ડોસા ,ઉપમા લે છે કે પછી બે આમલેટ .