બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફેશન અને ફિટનેસને લઈને જાણીતી છે. પછી ભલે તે તેમના રેડ કાર્પેટ લુકની હોય કે એયરપોર્ટ લુકની દરેક વખતે તે પોતાના ડ્રેસિંગ દ્વારા લોકોના દિલ જીતી લે છે. યુવતીઓ તેમના સ્ટાઈલને ફોલો કરી કોપી કરે છે. તેમની ગણતરી ઈંડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસેજમાં કરવામાં આવે છે. તેઓ કોઈપણ સ્ટાઈલને ખૂબ જ ગ્રેસ અને એલીમેંટ સાથે કૈરી કરે છે.
મેકઅપની વાત કરીએ તો તેણે મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક દ્વારા લુકને કંપ્લીટ કર્યુ છે. આ સાથે જ તેણે ડાયમંડનો સુંદર નેકપીસ પહેર્યો છે. હેયરસ્ટાઈલમાં મેસી ઓપન હેયર કર્યુ હતુ. આ લુકને જોઈને દરેક દીવાના થઈ રહ્યા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો કરીના ઈરફાન ખાન સાથે ફિલ્મ અંગ્રેજી મીડિયમમા6 જોવા મળવાની છે. આ ફિલ્મ 2017માં આવેલી હિટ ફિલ્મ હિન્દી મીડિયમની સીકવલ છે. તેમા તે પહેલીવાર પોલીસના કેરેક્ટરમાં જોવા મળવાની છે. કરીનાના ફૈસ તેમના દબંગ અવતારને જોવા માટે ઉત્સાહિત છે. આ ઉપરાંત તે ગુડ ન્યૂઝમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં દિલજીત દોઝાંસ, અક્ષય કુમાર સાથે કિયારા અડવાણી પણ જોવા મળવાની છે. આ બે ફિલ્મો ઉપરાંત કરીના કરણ જોહરની મલ્ટી સ્ટૅઅર મૂવી તખ્તમાં પણ જોવા મળશે.