એક છાપામાં આપેલ ઈંટરવ્યુ મુજબ દિશાએ જણાવ્યુ કે એકવાર રેતીથી ભરેલી જમીન પર ટ્રેનિંગ કરતા તેના માથા પર વાગી ગયુ હતુ. આ ઘા એટલો ગંભીર હતો કે 6 મહિના માટે તે પોતાની યાદગીરી ગુમાવી બેસી હતી. દિશાએ જણાવ્યુ, "હુ છ મહિના માટે મારી લાઈફ ગુમાવી બેસી હતી, મને કશુ જ યાદ નહોતુ."
પણ જ્યારે વાત જિમનાસ્ટિક કે માર્શલ આર્ટની થાય છે તો દિશા એટલી જ મુશ્કેલીથી કરે છે. દિશાનું માનવુ છે કે આ વસ્તુઓની પ્રેકટિસમાં વાગી જવુ દેખીતુ છે. દિશાએ જણાવ્યુ, "જ્યારે હુ શૂટિંગ નથી કરતી ત્યારે હુ અઠવાડિયાના જુદા જુદા દિવસે જિમનાસ્ટિક અને મિક્સ માર્શલ આર્ટ કરુ છુ. માર્શલ આર્ટ કરવુ જિમનાસ્ટિક કરવા કરતા સહેલુ છે. જિમનાસ્ટિક કરવા માટે તમારે કંસિસ્ટેટ થવા સાથે બહાદુર હોવુ પણ જરૂરી છે."
દિશાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ભારતમાં તેની એક્ટિંગ અને પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યુ. હવે ટૂંક સમયમાં જ દિશા મોહિત સૂરીના ડાયરેક્શનમાં બની રહેલે ફિલ્મ મલંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ લીડ રોલમાં રહેશે. દિશાની આ ફિલ્મ 2020માં વેલેંટાઈન ડે ના દિવસે રજુ થશે.