હેપી બર્થડે Rajnikanth : બોલીવુડના 'ભગવાન' 66 વર્ષના થયા

મેં દિખતા હૂં એક ઈંસાન પર હુ એક મશીન. . હા અમે વાત કરી રહ્યા છીએ રજનીકાંતની જેમની ડાયલોગ ડિલીવરીએ તેમને સૌના દિલોના સરતાજ બનાવી દીધા.

12 ડિસેમ્બર 1950માં બેંગલૂરમાં જન્મેલા શિવાજીરાવ રજનીકાંતના રૂપમાં જાણીતા થયા. એક્ટર બનતા પહેલા તેઓ બેંગલુરૂમાં બસ કંડકટર હતા. તેમનો ચહેરો ભલે એકદમ સિમ્પલ હોય, પણ તેમનો અવાજ એવો કે દરેક તેમના કાયલ થઈ જાય. નાના નાના રોલ કરીને 'બુલંદી' પર પહોંચેલા 'બાબા' ઉત્તર દક્ષિણ બધે જ છવાય ગયા. બાળપણથી સુખોને 'ત્યાગી'ને શિવાજી બનીને પહેલો સૌથી વધુ પૈસો આપનારો આજનો 'ભગવાન દાદા' બની ગયો.

રજનીકાંતે હંમેશા જ સાદગીને પસંદ કરી છે. તે પોતાના જન્મદિવસ પર પૈસા ખર્ચ કરવાના સ્થાન પર કોઈ ગરીબની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. ફિલ્મી પડદા પર આ 'મહાગુરૂ' અસલી દુનિયામાં ઈંસાનિયતના દેવતા છે. પોતાના જન્મદિવસને સાદગીથી મનાવવા માટે આ વખતે રજનીકાંત બેંગલુરૂને પસંદ કર્યુ છે. આ એ જ શહેર છે જ્યા 'જાન જાની જનાર્દન'એ પોતાના જીવનનો સંઘર્ષ કર્યો. એક નાનકડો બસ કંડક્ટર પોતાના જીવનના 'આખરી સંગ્રામ'ને જીતતો ગયો.

66 વર્ષના આ નૌજવાન આજે પણ પોતાની ફિલ્મો દ્વારા સૌના દિલોમાં રાજ કરવા તૈયાર છે.  આ મહાન કલાકારને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર