Happy birthday Hema Malini -જાણો હેમા માલિની સુંદરતા માટે શું કરે છે જાણો 22 રોચક વાતોં

હેમા માલિની 16 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 70 વર્ષીય હેમા માલિની વિશે રજૂ કરીએ છીએ 25 રોચક માહિતીઓ..

1) હેમા માલિનીની મા જય ચક્રવર્તી જ્યારે ગર્ભવતી હતી,ત્યારે તેને જાણ નહોતી કે પુત્ર થશે કે પુત્રી. પણ તે પુત્રી હોવાને લઈને નિશ્ચિત હતી કે તેથી તેણે પહેલા જ નામ વિચારી રાખ્યુ હતુ હેમા માલિની.

2) એટલુ જ નહી મા જયાએ ગર્ભાવસ્થા દરમિયાન શયનકક્ષમાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મીના અનેક ચિત્ર લગાવ્યા હતા.

3) તે પોતે સારી નર્તકી બનવા માંગતી હતી, પણ નહી બની શકી. પોતાની પુત્રીને જયા સર્વોત્તમ નર્તકી બનાવવા પર આતુર હતી અને એ તેણે કરી બતાવશે.

4) હેમા માલિની અભ્યાસમાં હોશિયાર હતી, ઈતિહાસ તેનો પસંદગીનો વિષય હતો.
5) હેમા પોતાની 10મા ધોરણની પરિક્ષા પણ ન આપી શકી કારણ કે તેને સતત અભિનયનો પ્રસ્તાવ મળી રહ્યો હતો.


6) ચૌદ વર્ષની વયે હેમાના ઘરના દરવાજે નિર્માતા આવવા માંડ્યા હતા. નિર્માતા-નિર્દેશક શ્રીઘરે ફોટો સેશન માટે હેમાને સાડી પહેરાવી. સાડી એ માટે કે તે વયમાં મોટી દેખાય.

7) હિન્દી ફિલ્મોમાં હેમા માલિનીને પહેલી તક 'સપનો કા સૌદાગર'(1968) માં મળી. હેમાના હીરો શો મેન રાજકપૂર હતા. જે વયમાં હેમા કરતા ખૂબ મોટા હતા.

8) રાજકપૂરી ત્યારે કહ્યુ હતુ 'એક દિવસ આ છોકરી સિનેમાની ખૂબ મોટી સ્ટાર બનશે'. રાજ સાહેબની ભવિષ્યવાણીએ હેમાને સાચી કરી બતાવી.

9) 1970માં રજૂ થયેલ 'જોની  મેરા નામ' દ્વારા હેમા માલિનીની ગંભીરતાથી લેવામાં આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ.

10) પોતાના કેરિયરની શરૂઆતમાં હેમાએ ધર્મેન્દ્ર સાથે 'તુમ હસી મે જવા'(1969), શરાફત(1969), નયા જમામા (1971) જેવી કેટલીક ફિલ્મો કરી. આ ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર વધુ ન ચાલી, પણ બંનેની જોડીને પસંદ કરવામાં આવી. આગળ જઈને આ જોડીએ હિન્દી સિનેમા ઈતિહાસને ઘણી ફિલ્મો આપી અને બોલીવુડની સર્વાધિક સફળ જોડીમાંથી એક છે.

P.R

11) સીતા ઔર ગીતા(1972)માં હેમા માલિનીએ ડબલ રોલ ભજવ્યો. આ ફિલ્મની શાનદાર સફળતાએ હેમાને ટોચની નાયિકા બનાવી દીધી.

12) હેમાના સૌદર્યને જોઈને તેને ડ્રીમ ગર્લ તરીકે બોલાવવા લાગ્યા. આ નામની એક ફિલ્મ હેમાની માતાએ બનાવી હતી.

13) હેમા માલિનીના સૌદર્યનો જાદુ ઘણા ફિલ્મ અભિનેતાઓ પર પણ ચાલ્યો. જીતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા અભિનેતા હેમા માલિની સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ પછી ગરમ-ઘરમે બાજી મારી.

14) ઘર્મેન્દ્ર, રાજેશ ખન્ના, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે હેમાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી.

15) હેમા માલિનીએ દિલ આશના હૈ નામની ફિલ્મ નિર્દેશિત કરી હતી અને શાહરૂખ ખાનને આ ફિલ્મ દ્વારા તક આપી.

P.R


16) 2004માં હેમા માલિની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને તેણે રાજનીતિક યાત્રા શરૂ કરી.

17) અભિનેત્રી હોવા ઉપરાંત હેમા એક કુશળ નૃત્યાંગના છે. ભરતનાટ્યમ, કુચિપુડી અને ઓડિસીમાં તેણે વિઘિવત પ્રશિક્ષણ લીધી છે અને દેશ-વિદેશમાં ઘણા સ્ટેશ શો રજૂ કર્યા છે.


18) ફિલ્મફેઅર એવોર્ડ્સની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી શ્રેણીમાં હેમા માલિનીનુ નામ 11 વાર નામાંકિત થઈ, પન તેને ફક્ત એકવાઅર સીતા ઔર ગીતા માટે આ પુરસ્કાર મળ્યો.

19) સાંસદ બનીને ચુંટણી પ્રચાર માટે જ્યા પણ જતી શ્રોતાઓ તેને ફિલ્મ 'શોલે'ની બસંતીના સંવાદ સંભળાવવાનો આગ્રહ જરૂર કરતા.

20) રાજકપૂરે ફિલ્મ 'સત્યમ શિવમ સુન્દરમ'નો રોલ પહેલા હેમા માલિનીને ઓફર કર્યો હતો,પણ ફિલ્મમાં વધુ પડતુ અંગ પ્રદર્શન હતુ, તેથી હેમા માલિનીને ના પાડી દીધી.

P.R

21) પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ ફિલ્મ 'સીતા ઔર ગીતા' અનેક વાર જોઈ. હેમાનો ડબલ રોલ તેમને ખૂબ જ ગમ્યો.

22) હેમા પોતાની સુંદરતાને કાયમ રાખવા રોજ યોગ અને વ્યાયામ કરે છે.

23) અઠવાડિયામાં બે વાર ઉપવાસ તેની નિયમિત જીંદગીનું એક અંગ છે. જેમા એક દિવસ શુક્રવાર હોય છે.

24) હેમાની પસંદમાં કાંજીવરમ સાડીયો, ચમેલીના ગજરા અને પુષ્કળ જ્વેલરી છે.

25) ફિલ્મ 'બાગવાન'માં તેની તાજગીને જોઈને અમિતાભ બચ્ચને કહ્યુ, 'આજે પણ તમે તમારી પુત્રીઓ કરતા વધુ જવાન લાગો છો.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર