ગૂગલ ડૂડલમાં આજે વી.શાંતારામ.. જાણો કોણ હતા

શનિવાર, 18 નવેમ્બર 2017 (11:43 IST)
ગૂગલે આજે પોતાના ડૂડલ વી. શાતારામને સમર્પિત કર્ય છે. શાંતારામનુ નામ ફિલ્મ જગતમાં તેમના પ્રશંસનીય યોગદાન માટે જાણીતુ છે. તેમનુ આખુ નામ રાજારામ વાંકુડરે શાંતારામ હતુ. શાંતારામ એક કુશળ નિર્દેશક, ફિલ્મકાર અને શાનદાર અભિનેતા હતા. કેરિયરના શરૂઆતના સમયમાં આ મરાઠી ફિલ્મો સાથે જોડાયેલા હતા. પછી ડોક્ટર કોટનિસના જીવન પર આધારિત ફિલ્મ ડોક્ટર કોટનિસની અમર કહાની સાથે તેમણે હિન્દી ફિલ્મ જગતમાં પગ મુક્યો. આ સન 1946ની વાત છે. 
 
સારી શરૂઆત સાથે જ તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપી. તેમા અમર ભૂપાલી(1951), ઝનક ઝનક પાયલ બાજે (1955), દો આંખે બારહ હાથ (1957) અને નવરંગ (1959) ખાસ છે. સંબંધો અને ભાવનાઓનુ ઊંડાણ બતાવતી તેમની ફિલ્મ દર્શકોના દિલ પર રાજ કરતી હતી. સુંદર સંગીતથી સજાયેલી આ ફિલ્મો આજે પણ સિનેપ્રેમીયોની પ્રિય છે. 
 
શાંતારામનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 18 નવેમ્બર 1901ના રોજ સાધારણ પરિવારમાં થયો હતો. શરૂઆતના અભ્યાસ પછી જ નાનકડી વયમાં તેમણે કામકાજ કરવુ પડયુ.  શાંતારામે 12 વર્ષની વયમાં રેલવે વર્કશોપમાં અપ્રેંટિસના રૂપમાં કામ કર્યુ. ત્યારબાદ એક નાટક મંડળીમાં સામેલ થયા. અહીથી બાબુરાવ પેંટરની મહારાષ્ટ્ર ફિલ્મ કંપની સાથે જોડાવવાની તક તેમને મળી. અહી તેઓ નાના મોટા કામ કરતા હતા પણ તેમની નજર ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલ ઝીણવટો પર હતી. બાબૂરાવ પેંટરે જ તેમને ફિલ્મ સવકારી પાશ માં અભિનેતા તરીકે પ્રથમ બ્રેક આપ્યો. 
 
શાંતારામે પોતાની ફિલ્મો દ્વારા અનેક સામાજીક મુદ્દા ઉઠાવ્યા. તેમના દ્વારા બનાવેલ પડોશી (1940) દો આંખે બારહ હાથ (1975) અને નવરંગ (1959) જેવી ફિલ્મોને ફરીથી બનાવવાની કલ્પના કરવી પણ સહેલી નથી.. એક બહાદુર અને જવાબદાર જેલરની જીવન પર બનેલ ફિલ્મ દો આંખે બારહ હાથ શાંતારામની સૌથી ચર્ચિત ફિલ્મ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર