First Look - કપિલ શર્માની પ્રથમ ફિલ્મનું મજેદાર પોસ્ટર

મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (14:57 IST)
પોતાના ટીવી શોમાં  જોરદાર કોમેડિ કરનાર કપિલ શર્મા ટૂંક સમયમાં બોલીવુડ ડેબ્યૂ કરવાના છે. હાલ તેમણે ટ્વીટ કરીને પોતાની આ ફિલ્મનુ એક મજેદાર પોસ્ટરનુ લુક લોકો સામે મુક્યુ છે. તેમણે એ પણ જણાવ્યુ કે આ ટ્રેલર 13 ઓગસ્ટના રોજ લોન્ચ થવાનું છે. 
 
આ એક કૉમિક ફેમિલી ઈંટરટેનર ફિલ્મ છે અને તેમા એલી અવરામ, મંજરી ફડનીસ, અરબાજ ખાન, વરુણ શર્મા જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મને અબ્બાસ-મસ્તાને નિર્દેશિત કર્યુ છે. તે લાંબા સમય પછી કોઈ કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 
 
તેમની પ્રથમ ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરુ' 25 સપ્ટેમ્બરના રોજ રજુ થવા માટે તૈયાર છે. જેને જોવા માટે તેમના ફેંસ જરૂર આતુર હશે. 

વેબદુનિયા પર વાંચો