ડિમ્પલે ખુશીના અવસર પર તરત જુહુ સ્થિત પોતાના એપાર્ટમેંટમાં હાઈ ટી પાર્ટી રાખી. તેમા ડિમ્પલ, તેની પુત્રી ટ્વિકલ અને જમાઈ અક્ષય કુમારની સાથે સની દેઓલ પણ જોવા મળ્યા. જો કે સની ખૂબ જ વ્યસ્ત છે. તેથી ઉતાવળમાં આ આયોજન કરવામાં આવ્યુ. નવાઈની વાત એ છે કે આ પાર્ટીમાં અશા ભોંસલે પણ આવી ગઈ.
ડિમ્પલના ઘરે તેમનુ આ રીતે જવુ એ કોઈ આશ્ચર્યથી ઓછુ નથે. બધા જાણે છે કે ડિમ્પલ અને સનીની દોસ્તી વર્ષો જૂની છે. ફિલ્મ મંઝીલ મંઝીલની શૂટિંગ દરમિયાન બંને પાક્કા મિત્ર બની ગયા અને આ મૈત્રી હજુ સુધી ચાલી રહી છે. પણ સની અને ડિમ્પલે ક્યારેય પણ આ વિશે વાત કરવી પસંદ ન કરી. પણ હવે સની અને ડિમ્પલનુ આ રીતે મળવુ બતાવી રહ્યુ છે કે સની હવે ખુલી ગયા છે અને તેમને આ વિશે પરવા કરવુ બંધ કરી દીધુ છે.