Cannes 2018: રેડ કાર્પેટ પર જુઓ દીપિકા પાદુકોણનો હોટ અંદાજ

શનિવાર, 12 મે 2018 (15:25 IST)
બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શુક્રવારે જોવા મળી. દીપિકાએ આ દરમિયાન આશી સ્ટુડિયોનુ પિંક ગાઉન પહેર્યુ હતુ અને આ ગાઉનમાં દીપિકા ખૂબ સ્ટનિંગ લાગી રહી હતી. 
બીજી બાજુ દીપિકાની હેયરસ્ટાઈલની વાત કરીએ તો તેમને વાળને બાંધીને મૈસી બન બનાવ્યુ હતુ. તેમની આ હેયરસ્ટાઈલ ડ્રેસ પર સટીક બેસી રહી હતી. 
આ સાથે જ દીપિકાની જ્વેલરીની વાત કરીએ તો ડ્રેસના પિંક કલરના કંટ્રાસ્ટને સપોર્ટ કરવા માટે તેમણે ડાર્ક ગ્રીન કલરના ઈયરરિંગ્સ અને એ જ પ્રકારની અંગૂઠી પહેરી હતી. 
દીપિકાએ આ પહેલા ગુરૂવારે જુહૈર મુરાદના બ્રાઈડલ કલેક્શનમાંથી વ્હાઈટ ગાઉન પહેર્યુ હતુ જેમા તે ખૂબ સુંદર લાગી રહી હતી. 
 
તમારી માહિતી માટે બતાવી દઈએ કે દીપિકા કાન્સમાં લૉરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડરના રૂપમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાંસના ફ્રેંચ રિવેરા ટાઉન સ્થિત લી મેજેસ્ટિક બીચના કિનારે ચાલી રહ્યો છે. દીપિકા ત્યા બુધવારે રાત્રે પહોંચી હતી. 
દીપિકાએ ગુરૂવારે અને શુક્રવારે બંને દિવસે આ ફેસ્ટિવલને એન્જોય કર્યુ. 
 
અમે તમને દીપિકાની ફેસ્ટિવલથી રેડ કાર્પેટ ઉપરાંત અનેક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ તસ્વીરોમાં દીપિકા જુદા જુદા આઉટફિટમાં જોવા મળી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર