દંગલ' ગર્લનું 19 વર્ષની વયે નિધન

શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (17:19 IST)
આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં બાળકલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાની છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ રહી હતી. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે
 
ખોટી સારવારના કારણે થયું અવસાન!
મળતી માહિતી મુજબ સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ઈજા થઈ હતી. પગમાં ફ્રેક્ચરની સારવાર લીધી હતી. તેને તેની દવાઓની આડઅસર થવા લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીના શરીરમાં પ્રવાહી બનવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. સુહાની લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. 
 
સુહાનીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મ 'દંગલ'ના ડાયરેક્ટર નિતેશ તિવારીએ પણ નિવેદન જાહેર કર્યું છે. નીતીશે કહ્યું, 'સુહાનીનું નિધન એકદમ આઘાતજનક અને હાર્ટ બ્રેકીંગ છે. તે ખૂબ જ ખુશમિજાજ બાળકી હતી. તેના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના'.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર